જાણો: 7 મિનિટમાં ત્વચાને ફ્રેશ કરતી 7 વસ્તુઓ અંગે
તમે ઓફીસથી આવ્યા છો, અને તરત જ ક્યાંક બહાર નીકળવુ છે. અથવા તો તમારા ચહેરા પર મોટા પ્રમાણમાં દાણા અથવા પીંપલ થઇ ગયા છે. જેનાથી ચહેરા પર તમે ભાર અનુભવી રહ્યાં છો. હંમેશા એવુ લાગે છેકે સ્કીન પર કઇંક એવુ લગાવીએ કે જેનાથી સ્કીન ફ્રેશ લાગે.
તમારી જ નહીં પણ મોટાભાગની છોકરીઓની આજ સમસ્યા હોય છે. તેમને કઇંક એવુ જોઇતુ હોય છેકે જેનાથી તેમને તરત જ આરામ મળે અને ચેહરો પણ ખીલી ઉઠે.
આજે અમે તમને વનઇન્ડિયાના માધ્યમથી એવી માહિતી આપી રહ્યાં છેકે જેનાથી તમે માત્ર 7 મિનિટમાં 7 વસ્તુઓ દ્વારા ચમકદાર સ્કીન મેળવી શકો છો. અને સૌથી મહત્વની વાત એ છેકે આ તમામ વસ્તુઓ પ્રાકૃતિક હશે જે તમારા ઘરમાંથી તમને મળી રહેશે.

દુધ
આપણા દરેકના ઘરમાં દુધ હોય છે. ઠંડા દુધથી ચહેરાને ધોઇ લો, અને કોટન વડે તેને સાફ કરો. તેનાથી ચહેરાના છિદ્રો ખુલી જાય છે. અને તમારા ચહેરા પર પ્રાકૃતિક ચમક આવી જાય છે.

બરફનું પાણી
ઘરના ફ્રીઝરમાંથી બરફના ટુકડા કાઢો, તેનું ચીલ્ડ વોટર બનાવી, ચહેરો ધોઇ લો. આ સૌથી સસ્તુ અને સારૂં સ્કીન ટોનર છે. જે તમારા ચહેરાને મિનિટ્સમાં સાફ કરી દેશે.

ગુલાબ જળ
ગુલાબજળમાં એન્ટીસેપ્ટીક ગુણો હોય છે. જે ચહેરા પર દાણા નથી થવા દેતુ. ગુલાબજળ ઓછી ખર્ચાળ મેકઅપ કીટ છે. જે આસાનીથી મળી રહે છે.

એપલ સાઇડર સિરકા
એપલ સાઇડર સિરકા પણ સરળતાથી બજારમાંથી મળી રહે છે. જેને લગાવવાથી માત્ર 7 મિનિટમાં તમારો ચહેરો ખીલી ઉઠશે તેમજ ચહેરાની ગંદગી પણ સાફ થઇ જશે. તેમજ તેનાથી બ્લેક હેડ્સ પણ નીકળી જાય છે.

વીચ હેજલ
આ પણ એક વિશેષ પ્રકારની સામગ્રી છે. જેનાથી ચહેરાને માત્ર 7 મિનિટની અંદર સાફ કરી શકાય છે. ખાસ કરીને જ્યારે ચહેરા પર ખુજલી વગેરે થાય ત્યારે તેનાથી ઘણો આરામ મળતો હોય છે.

ગ્રીન ટી
ગ્રીન ટીના તત્વો તમારા ચહેરાને સારો બનાવી દે છે. ઘરમાં ગ્રીન ટીને સાદા પાણી વડે તૈયાર કરો. તમારા ચહેરા પર ત્વરિત ચમક આવી જશે.

એલોવેરા જ્યુસ
એલોવેરાના પત્તાની જેલ ચેહરા માટે ઘણી સારી માનવામાં આવે છે. તેના પત્તાનો રસ કાઢીને ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થઇ જાય છે. નિયમીત રીતે તેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગજબનો ફર્ક પડે છે.












Click it and Unblock the Notifications
