તમને જાણીને નવાઇ લાગશે કે આ વસ્તુઓમાં પણ હોય છે દારૂ!
જો તમે તેવા ભ્રમમાં હોવ કે તમે આ જ દિવસ સુધી કદી પણ દારૂ નથી પીધો તો તમને જણાવી દઉં કે તમારો આ ભ્રમ એકદમ પોકળ છે. કારણ કે આપણા સામાન્ય જનજીવનમાં તેવી અનેક વસ્તુઓ હોય છે જેની અંદર દારૂનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જેમ કે કફ સીરપ.
તે વાત તો બધા જ જાણે છે કે કફ સીરપમાં આલ્કોહોલ મેળવવામાં આવે છે. આ વાત તો તેની ડિટેલમાં પણ લખવામાં આવી છે. અને નાન પણ થી આજ દિવસ સુધી તમે ક્યારેક ને ક્યારે ખાસીના કારણે કફ સીરપ પીધી જ હશે. એનો મતલબ કે તમે જે કહો છો કે મેં કદી પણ દારૂ નથી પીધી તે વાત એટલી પણ સાચી નથી.
આ તો વાત થઇ કફ સિરપની. આ વાત તો બધા જ જાણે છે કે તેના આલ્કોહોલ મેળવેલો હોય છે પણ શું તમને ખબર છે તમારા માઉથ ફ્રેસનર થી લઇને તમારા પ્રોટીન બાર સુધી અનેક ખાદ્ય પદાર્થોમાં દારૂનો ઉપયોગ કરવામાં આવે છે? નથી ખબરને તો વાંચો આ આર્ટીકલ અને જાણો કફ સીરપ સિવાય કંઇ કંઇ તેવી ખાવાની વસ્તુઓ છે જેમાં દારૂ હોય છે. તો વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર...

વેનિલા એક્સટ્રેક્ટ
કેક બનાવતી વખતે વેનિલા એક્સટ્રેક્ટના થોડાક ટીપા નાંખવામાં આવે છે. જેમાં અલ્કોહોલ હોય છે. તેમાં વોડકા, આલ્કોહોલ અને જીનને યોગ્ય રીતે મેળવવામાં આવે છે.

હેન્ડ સેનિટાઇઝર
હેન્ડ સેનિટાઇઝરમાં સારા પ્રમાણમાં અલ્કોહોલ હોય છે. જેના ઉપયોગ સૂક્ષ્મ જીવાણુંને મારવા માટે થાય છે. જો કે બજારમાં આલ્કોહોલ ફ્રી સેનિટાઇઝર પણ મળે છે.

કફ સીરપ
કફ સીરપમાં લગભગ 10 થી 40 પ્રતિશત સુધી આલ્કોહોલ હોય છે. અને આ જ કારણે હંમેશા ડોક્ટરને પૂછીને જ તેનો ડોઝ લેવો જોઇએ.

માઉથવોશ
માઉથવોશમાં પણ 30 ટકા જેટલો આલ્કોહોલ હોય છે. જે મોટી માત્રા છે.

વીન્ડશિલ્ડ વાઇપર
કારના વિંડશિલ્ડ વાઇપરમાં જે સાફ કરવા માટે તરળ પદાર્થ વાપરવામાં આવે છે જેમાં આલ્કોહોલ હોય છે જે ઝેરીલો પણ હોય છે.

પરફ્યૂમ અને કોલોજન
તમામ પ્રકારના પરફ્યૂમ અને કોલોજનમાં 50 થી 90 ટકા સુધી આલ્કોહોલ હોય છે. આનો ઉપયોગ સમજદારીથી કરવો જોઇએ કારણ કે તે ખૂબ જ ઝેરી હોય છે.

પ્રોટિન બાર
આમાં સુગર આલ્કોહોલ હોય છે. જે રેગ્યુલર આલ્કોહોલથી અલગ હોય છે. શુગર આલ્કોહોલ એક પ્રકારનું સ્વીટનર છે. જેનો ઉપયોગ આઇસક્રીમ અને કુકીઝમાં પણ થાય છે.












Click it and Unblock the Notifications
