For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABC Juice Benefits : રોજ સવારે પીવો એબીસી જ્યૂસ, મળશે આટલા બધા ફાયદાઓ

એબીસી જ્યૂસ પીવાથી શરીર આરોગ્યપ્રદ રહે છે. આ સાથે સાથે શરીરને ડિટોક્સ કરવા માટે પણ અસરદાર માનવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

ABC Juice Benefits : શું તમે આ પહેલા એબીસી જ્યૂસ વિશે સાંભળ્યું છે? તો આજે એ વિશે જાણીશું. એબીસી જ્યૂસના મતલબ છે, સફરજન(A), બીટ(B), ગાજર(C)થી બનેલો જ્યૂસ.

આ જ્યૂસ ફિટનેસ કોન્સિયસ લોકોને ખુબ પસંદ છે. કારણ કે, એબીસી જ્યૂસ પીવાથી શરીર આરોગ્યપ્રદ રહે છે. આ સાથે સાથે શરીરને ડિટોક્સ કરવા માટે પણ અસરદાર માનવામાં આવે છે.

એબીસી જ્યુસમાં પોષક તત્વો હાજર છે

એબીસી જ્યુસમાં પોષક તત્વો હાજર છે

એબીસી જ્યુસ વિટામિન A, વિટામિન B6, C સિવાય ઝિંક, પોટેશિયમ, મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે આપણાશરીરને અનેક રીતે ફાયદો કરે છે. આ ઉપરાંત આ રસમાં કેલ્શિયમ, કોપર, આયર્ન અને મેગ્નેશિયમ પણ હોય છે.

એબીસી જ્યુસના ફાયદા

એબીસી જ્યુસના ફાયદા

  • ઘણા બધા પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટોની હાજરીને કારણે, આ રસ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આને પીવાથીશરીરમાં શ્વેત રક્તકણો વધે છે.
  • આ જ્યુસ પીવાથી શરીર માટે ઘણા જરૂરી પોષણ અને વિટામિન્સની ઉણપ દૂર થાય છે.
  • આ જ્યુસ શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે, તેથી તેના કારણે સ્કિન ગ્લો કરવાની સાથે સાથે એક અલગ અને કુદરતી ચમક જોવામળે છે.
  • નોંધપાત્ર માત્રામાં ફાઈબરની હાજરીને કારણે પાચન બરાબર રહે છે. કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર રહે છે.
  • એબીસી જ્યૂસ બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે, જે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે અને હૃદય સંબંધિત બીમારીઓને દૂર રાખે છે.
એબીસી જ્યૂસ બનાવવાની સામગ્રી -

એબીસી જ્યૂસ બનાવવાની સામગ્રી -

  • 1 મધ્યમ કદનું રસદાર સફરજન
  • 1 મોટું રસદાર ગાજર
  • 1/2 મધ્યમ કદનું બીટરૂટ
  • ચપટી કાળું મીઠું
એબીસી જ્યૂસ બનાવવાની પ્રક્રિયા

એબીસી જ્યૂસ બનાવવાની પ્રક્રિયા

  • સફરજન કાપો, બીટરૂટ અને ગાજર છોલી લો. બધું સારી રીતે ધોઈ લો
  • જે બાદ ત્રણ ચોથા કપ પાણીની સાથે મિક્સરમાં બધી સામગ્રી નાખો
  • તેને સારી રીતે પીસી લો
  • એક ગ્લાસમાં કાઢી, ઉપર કાળું મીઠું છાંટીને સર્વ કરો

English summary
ABC Juice Benefits : Drink ABC juice every morning, will give so many benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X