આ છોડ ફેફસામાં જામેલ કફ કાઢી દેશે બહાર, દમ અને ખાંસીનો છે સચોટ ઉપાય
અરડૂસીના છોડમાં અનેક ગણા ઔષધીય ગુણો હોય છે
અરડૂસી જેને માલાબાર નટના નામથી પણ ઓળખવામાં આવે છે, જે આખા પૂર્વ ભારતમાં પ્રસિદ્ધ છે. આ છોડમાં અનેક ગણા ઔષધીય ગુણો હોય છે અને તેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી, ખાંસી અને શરદી, નાક વહેવુ, ગળામાં ખારાશ, અસ્થમા, બ્રોંકાઈટિસ, અન્ય શ્વસન પથના સંક્રમણ, રક્તસ્ત્રાવ વિકાર વગેરે જેવી ઘણી સમસ્યાઓ માટે એક અંતિમ ઉપચારાત્મક ઉપાય છે. આના પાનમાં વેસિન નામનુ તત્વ જોવા મળે છે. આનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓ તરીકે કરવામાં આવે છે. આજે અમે તમને અરડૂસીના ફાયદા વિશે જણાવીશુ.

શરદી અને ખાંસીના ઉપાય
ઠંડીમાં વારંવાર થતી ખાંસી અને કંજસ્ટેડ ગળુ ખૂબ અસુવિધા પેદા કરી શકે છે. જેના કારણે અન્ય સમસ્યાઓ પણ પેદા થાય છે. એંટી-ઈન્ફ્લેમેટરી, એંટીબાયોટીક અને એકસ્પેક્ટોરન્ટ ગુણોથી ભરપૂર હોવાના કારણે અરડૂસી સામાન્ય શરદી, ખાંસી અને ફ્લુના લક્ષણોના ઈલાજમાં અત્યાધિક મહત્વ ધરાવે છે. તે છાતી અને નાક જામ થઈ જતુ ઘટાડે છે. તે અસ્થમા, બ્રોંકાઈટિસ, સાઈનસાઈટિસ અને શ્વાસની અન્ય બિમારીઓના ઈલાજમાં પણ અત્યાધિક પ્રભાવી છે. અરડૂસીના પત્તાને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. શ્વસન સંક્રમણથી બચાવ માટે આમાં એક ચમચી મધ મિલાવીને રોજ આ ઉકાળાનુ સેવન કરો.

લોહી શુદ્ધ કરે છે
એક શક્તિશાળી હ્રદય ટૉનિક હોવાના નાતે રક્તને શુદ્ધ કરવા માટે જડીબૂટી અત્યંત જરૂરી છે. આ પ્રભાવી રીતે લોહીના કાઉન્ટમાં સુધારો કરે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે અને હ્રદયની લય સંબંધિત સમસ્યાઓને અટકાવે છે. એંટી કૌયગુલાંટ અને એંટી ફાઈબ્રિનોલિટિક ગુણોની હાજરી હ્રદય બ્લૉકના કારણે ધમનીઓમાં અવરોધ અને ગંઠાઈ જવાને પણ અટકાવે છે.
દમ
દમના રોગી જો અનંતમૂળની જડો અને અરડૂસીના પાનને સમાન માત્રા(3-3 ગ્રામ)લઈને દૂધમાં ઉકાળીને પીવે તો ફાયદો થાય છે. આમ એક સપ્તાહ સુધી કરવુ જરુરી છે.

શ્વાસ સંબંધી રોગોથી છૂટકારો
અરડૂસીના પાનના રસને મધમાં મિલાવીને ચાટવાથી ખાંસી અને શ્વાસ સંબંધી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. સૂકી ખાંસી દૂર કરવા માટે અરડૂસીના પાન, સૂકી દ્રાક્ષ અને સાકરનો ઉકાળો બનાવીને પીવો.
મોઢામાં ચાંદીનો ઈલાજ કરે છે અરડૂસી
જો તમે મોઢામાં ચાંદી પડવાથી પરેશાન હોય તો અરડૂસીના બેથી ત્રણ પાન ચાવો. આ ઉપરાંત જો તમે અરડૂસીનો રસ પીવો અથવા તેના પાનનો રસ ચૂસો તો તમને જલ્દી મોઢામાં ચાંદીથી મુક્તિ મળશે. યાદ રાખો કે તમારા અરડૂસીના પાન ચાવીને ફેંકી દેવાના છે.












Click it and Unblock the Notifications
