For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! આ 7 ફેશન આપને પડી શકે છે ભારે

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] આજના આધુનિક પરિવેશમાં દરેક વ્યક્તિ ફેશનને લઇને સજાગ થઇ ગયો છે. ખાસ કરીને આપણો યુવાવર્ગ. આજના યુવાનો ફેશનને લઇને ખૂબ જ સીરિયસ થઇ ગયા છે. અન્યોથી સારા દેખાવાના ચક્કરમાં તેઓ કંઇપણ સમજ્યા વિચાર્યા વગર ફેશન કરે છે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

ફેશન હંમેશા કંફર્ટને જોઇને જ કરવું જોઇએ, પરંતુ આપણો યુવાવર્ગ પોતાના સ્ટાર્સને જોઇને તેમની નકલ કરવામાંથી ઊંચા નથી આવતા, અને કંફર્ટને ભૂલી જાય છે. એવામાં જો આપ પણ કંફર્ટની ઉપર સ્ટાઇલને મહત્વ આપતા હોવ તો આ માહિતી પણ આપના માટે જ છે.

તસવીરોને ક્લિક કરીને જુઓ કે કેવી રીતે આપની ફેશન અને આપની સ્ટાઇલ આપના સ્વાસ્થ્યને ઇફેક્ટ કરે છે...

સ્કિની જીંસ

સ્કિની જીંસ

છોકરા અને છોકરીઓ આજકાલ સ્કીન ટાઇટ જીંસ પહેરવું પસંદ કરે છે, પરંતુ તેમની આ પસંદ તેમના માટે ઘાતક સાબિત થઇ શકે છે. તાજા સર્વેમાં એ વાતનો ખુલાસો થયો છે કે ટાઇટ જીંસ આપના પગોમાં નસને ડેમેજ કરી શકે છે. એટલું જ નહીં પગના મસલ્સમાં બ્લડ સપ્લાઇ રોકાઇ જાય છે. નસ પર દબાણ વધે છે અને અંગ સુન્ન થઇ જાય છે.

હાઈ હિલ્સ

હાઈ હિલ્સ

ફેશનના ચક્કરમાં યુવતીઓ ઘણી ઊંચી હિલ્સ પહેરે છે, પરંતુ તેની સાથે સાથે તેઓ પગની એડીમાં મચકોળ, અને પંજામાં સોઝા જેવી નાની નાની તકલીફોને પણ નોંતરે છે. જે નર્વ ડેમેજ અને બોન ડેથ સુધીનું પણ કારણ બની શકે છે.

ઇયરિંગ્સ

ઇયરિંગ્સ

આજકાલ મહિલાઓ એટલા ભારે ભરખમ ઇયરિંગ પહેરવા લાગી છે કે તેનાથી તેમના કાનના કાણા એ હદ સુધી પહોળા થઇ શકે છે કે તે ફાટી પણ શકે છે.

પેંસિલ સ્કર્ટ

પેંસિલ સ્કર્ટ

ટાઇટ જીંસની સાથે સાથે પેંસિલ સ્કર્ટ પણ આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર નાખી શકે છે. સ્લિમ ફિટ સ્કર્ટ આપના ઘુંટણને બાંધી રાખી શકે છે. જે આગળ ચાલીને મસલ્સમાં ખેંચાણ અને ડિસ્ક પ્રોબ્લેમનું કારણ બની શકે છે.

બ્રા

બ્રા

શોધ અનુસાર 70 ટકા મહિલાઓ ખોટી સાઇઝની બ્રા પહેરે છે, જેના કારણે તેમના પીઠમાં, ગળામાં અને સ્તનમાં દુ:ખાવો, રેશેઝ, બ્લડ ક્લોટ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો રહે છે.

નેકટાઇ

નેકટાઇ

ટાઇટ ટાિ અને નાનું કોલરથી મગજ સુધી રક્તનો પ્રવાહ પહોંચવામાં વાર લાગે છે. જેના કારણે નજરમાં અંધારા, કાનમાં ઝણઝણાટી અને માઇગ્રેનની ફરિયાદ થાય છે.

બેલ્ટ

બેલ્ટ

ટાઇટ બેલ્ટ પહેરવાથી પગ સુન્ન થઇ શકે છે અને તેમાં ઝણઝણાટની ફરિયાદ રહે છે.

English summary
If You are More Fashionable then Must Read This News, because these 7 fashion can affect your health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X