કિસ કરવાથી જાતીય રોગો ફેલાય? જાણો શું કહે છે નિષ્ણાતો?
પાર્ટનર વચ્ચે કિસ એ પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી સારો રસ્તો છે. પાર્ટનર એકબીજા પ્રત્યેની લાગણીઓને કિસ દ્વારા સેકન્ડોમાં વ્યક્ત કરી શકે છે. સંબંધોમાં કિસ એ પાર્ટનર એકબીજાથી નજીક હોવાનું પ્રતિક છે.
જો કે હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે કિસ કરવાથી જાતીય રોગ ફેલાય ખરા? હોંથ પર કિસ કરવાથી બન્ને પાર્ટનરના શરીરમાંથી બેક્ટેરીયાની આપલે થાય છે. આ બેક્ટેરિયા કોઈ નુકસાન કરે કે કેમ?

કિસ વિશે લોકોમાં વિવિધ માન્યતાઓ છે. ઘણા લોકો કિસને હેલ્થ માટે સારી માને છે તો કેટલાક લોકોને લાગે છે કે કિસ કરવાથી બિમારી થઈ શકે છે અને રોગોને આમંત્રણ આપવા સમાન છે. જો કે ચિંતા કરવાની જરૂર નથી. કિસ કરવાથી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે STDનું કોઈ જોખમ નથી વધતું.
STD ચેપ શારીરિક સંબંધ દરમિયાન જીનેટિક્સ ભાગ, ગુદા અથવા મૌખિક રીતે સીધા સંપર્કમાં આવ્યા પછી ફેલાય છે. જો કે શારીરિક સંબંધ વખતે ચેપથી બચવાના ઘણા રસ્તા છે. કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન વિના શારીરિક સંબંધ બાંધવાથી અનેક પ્રકારની બીમારીઓનો ખતરો રહે છે. આમાં ઈન્ફેક્શન સામાન્ય છે. જો કે કિસ કરવાથી એક પ્રકારનું ઇન્ફેક્શન થઈ શકે છે અને તેને HSV તરીકે ઓળખવામાં આવે છે.
HSV નો અર્થ હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ થાય છે. આ એક ચેપ છે, જેનાથી પ્રાઈવેટ પાર્ટ પર દાદર થઈ જાય છે. આ વાયરસ શરીરમાં ફેલાવાની શક્યતાઓ પણ વધારે હોય છે. ક્યારેક એવું બને છે કે તેના લક્ષણો શરીરમાં દેખાતા નથી. દર્દીને ખબર નથી હોતી કે તેને આ પ્રકારનો કોઈ ચેપ લાગ્યો છે. આવી સ્થિતિમાં ડોક્ટરો કિસ કે ઓરલ સેક્સથી બચવાની સલાહ આપે છે.
આનાથી બચવા માે જ્યારે પણ તમે શારીરિક સંબંધ બનાવો ત્યારે સુરક્ષાનો ઉપયોગ કરો. પ્રાઈવેટ પાર્ટની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. તમારા પાર્ટનર સાથે તમારા જાતીય ઇતિહાસ વિશે ચર્ચા કરો. તમારું જાતીય સ્વાસ્થ્ય સારું રાખવા માટે નિષ્ણાતની સલાહ લો. જ્યારે પણ તમે શારીરિક સંબંધ બાંધો ત્યારે તમારા ગુપ્તાંગને સારી રીતે સાફ કરો.












Click it and Unblock the Notifications
