For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાર્ક સર્કલ તમારા ચહેરાની સુંદરતા બગાડી રહ્યું છે? અપનાવો આ 6 ઘરેલું ઉપચાર

મોટા ભાગના પુરૂષો અને મહિલાઓ આંખોની નીચે અને આસપાસ ડાર્ક સર્કલથી પરેશાન હોય છે. ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : મોટા ભાગના પુરૂષો અને મહિલાઓ આંખોની નીચે અને આસપાસ ડાર્ક સર્કલથી પરેશાન હોય છે. ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો છે. જેમ કે સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, હોર્મોનલ ચેન્જ, જીવનશૈલીમાં ફેરફાર, આનુવંશિકતા અને ઘણા બધા અન્ય કારણે એ માટે જવાબદાર હોય છે. આ સમસ્યા વધે તે પહેલા તેનો ઉપચાર કરવો જરૂરી છે.

આ 6 ઘરેલું ઉપાય અપનાવો

આ 6 ઘરેલું ઉપાય અપનાવો

જો તમે સમયસર ડાર્ક સર્કલની સારવાર નહીં કરો, તો તે તમારા ચહેરાની સુંદરતાને બગાડી દેશે. રસાયણ આધારિત દવા વડે તેનો જલ્દી ઈલાજ કરી શકાય છે, પરંતુત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી ઘરગથ્થુ ઉપચાર દ્વારા તમે તમારા ચહેરા પર અને આંખોની નજીકના કાળા ડાઘ દૂર કરી શકો છો. તેના માટે 6 ઘરેલું ઉપાયઅપનાવી શકાય છે.

1. ટામેટા

1. ટામેટા

ડાર્ક સર્કલથી મુક્તિ મેળવવા માટે ટામેટા રામબાણની જેમ કામ કરે છે. તે ત્વચાને પણ કોમળ બનાવે છે.

એક ચમચી ટામેટાના રસમાં એક ચમચી લીંબુનો રસ મિક્સકરીને આંખોની નજીકના ડાર્ક સર્કલ પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.

આવું દિવસમાં બે વાર કરો. આ સિવાય તમે રોજટામેટા અને લીંબુનો રસ મિક્સ કરીને પણ પી શકો છો, જે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરશે.

2. બટાકા

2. બટાકા

કાચા બટાકાને પીસીને તેનો રસ કાઢો. આ રસને સુતરાઉ કપડામાં પલાળીને આંખો બંધ કરીને ડાર્ક સર્કલ પર લગાવો.

બટાકાના રસમાં પલાળેલા કપડાથી આંખોસિવાયના આખા ડાર્ક સર્કલને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો. તે બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

3. કોલ્ડ ટી બેગ્સ

3. કોલ્ડ ટી બેગ્સ

કોલ્ડ ટી બેગ આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ પણ દૂર કરી શકે છે. ટી બેગને પાણીમાં પલાળીને થોડીવાર માટે ફ્રીજમાં ઠંડુ થવા દો. તે પછી આંખો બંધ કરો અને તે ટીબેગને ડાર્ક સર્કલ પર રાખો. આ નિયમિત રીતે કરો. તેના સારા પરિણામો થોડા દિવસોમાં જોવા મળશે.

4. ઠંડુ દૂધ

4. ઠંડુ દૂધ

ઠંડુ દૂધ પણ ડાર્ક સર્કલથી રાહત આપે છે. તે આંખો અને ત્વચા માટે ફાયદાકારક છે. ઠંડા દૂધને કોટનના કપડામાં પલાળી રાખો અને તેને આંખોના ડાર્ક સર્કલ પર મૂકો.આ નિયમિત કરવાથી ફાયદો થશે.

5. નારંગીનો રસ

5. નારંગીનો રસ

નારંગીના રસથી પણ ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે. સંતરાનો રસ અને ગ્લિસરીનનાં થોડાં ટીપાં નાખવાથી ડાર્ક સર્કલ ધીમે ધીમે દૂર થાય છે. તેનાથી ત્વચામાં ગ્લો પણઆવે છે.

6.યોગ/ધ્યાન

6.યોગ/ધ્યાન

ડાર્ક સર્કલ તણાવ, ઊંઘની કમી, હોર્મોનલ બદલાવ, જીવનશૈલીમાં ફેરફારને કારણે થાય છે. ડાર્ક સર્કલ દૂર કરવામાં યોગ અને ધ્યાન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તે તમારા શરીરને નિયંત્રિત કરે છે.

English summary
Dark circles spoil the beauty of your face? Adopt these 6 home remedies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X