Depression Treatment : ડિપ્રેશનથી મળશે મુક્તિ, બસ કરો આ ઉપાય
Depression Treatment : વર્તમાન સમયમાં ડિપ્રેશનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આવા સમયે જો તમે અથવા તમારી આસપાલના કોઇ વ્યક્તિ ડિપ્રેશનમાં છે, પરંતુ ડૉક્ટરની સલાહ લેવાથી દૂર રહેવા માંગો છો, તો કેટલીક ટિપ્સ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
વર્તમાન સમયમાં વ્યસ્ત જીવન, વર્ક લોડ અને પરિવારની સમસ્યાને કારણે લોકોમાં તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયે ઘણા લોકો તણાવગ્રસ્ત રહે છે. ડિપ્રેશન એવી માનસિક સ્થિતિ છે, જેમાંથી બહાર નિકળવાનું મુશ્કેલ બની જાય છે.

ઘણા લોકો ડિપ્રેશન વિશે વાત કરવામાં પણ અચકાય છે. ડિપ્રેશનથી ઘેરાયેલા લોકો ડૉક્ટર પાસે જવામાં ખચકાટ અનુભવે છે. જો તમે અથવા તમારી આસપાસનો કોઇ વ્યક્તિ તણાવમાં છે, અને તેમાંથી બહાર આવવા માંગો છો, તો તમે આ સરળ ઉપાયો અપનાવી તેમાંથી બહાર આવી શકો છો.
મિત્રો સાથે વાત શેર કરો - ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મિત્રો રામબાણ ઉપાય સાબિત થઇ શકે છે. કોઈપણ ચિંતા અથવા તણાવ, તેને તમારા મિત્રો સાથે શેર કરો. જો તમે હતાશાને દૂર કરવા માંગો છો, તો તમારા મનના નકારાત્મક વિચારો અન્ય લોકો સાથે શેર કરો. તમારા ટેન્શન વિશે મુક્તમને વાત કરો.
ધ્યાન કરો - મેડિટેશન ડિપ્રેશનમાંથી બહાર આવવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે. દરરોજ સવારે કે સાંજે ધ્યાન કરો. ધ્યાનમાં બેસવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સકારાત્મક ઉર્જાના કારણે મન પ્રફુલ્લિત થાય છે.
મનપસંદ સંગીત સાંભળો - સંગીત તણાવ ઘટાડવામાં મદદ કરે છે. સંગીત સાંભળીને મનને ખુશી મળે છે. સંગીત સાંભળતા સમયે ધ્યાનમાં રાખો કે, સેડ સોંગ સાંભળવાથી તણાવ વધી પણ શકે છે. એટલા માટે સારા રોમેન્ટિગ સોંગ અથવા મેલોડી સોંગ સાંભળવા જોઈએ.
નકારાત્મકતાથી બનાવો દૂરી - જો તમે સતત વિચારોમાં ડૂબેલા રહો છો અથવા વધુ પડતું વિચારો છો, તો આ આદત તાત્કાલિક છોડી દો. તમારી જાતમાંથી નકારાત્મકતાને દૂર કરવાનો પ્રયાસ કરો. હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરો. દરેક વસ્તુની સકારાત્મક પક્ષ જુઓ. આ માટે તમે સર્જનાત્મક આદતો વિકસાવો. જો તમે કોઇ બાબતે શંકા હોય તો, દરેક બાબતમાં તમે સકારાત્મક પક્ષને બેનિફિટ્સ ઓફ ડાઉટ આપો.
લોકોની નિંદા ન કરો- નકારાત્મકતાથી બચવા માટે હંમેશા લોકોની પ્રશંસા કરો. તણાવ અને હતાશાથી ઘેરાયેલા લોકો બીજા માણસ અથવા પરિસ્થિતિનો વાંક કાઢે છે. આવા સમયે તમારે તેમ કરવાથી બચવું જોઇએ. તમારે લોકોમાં સારી વાતો શોધી તેની પ્રશંસા કરવી જોઇએ. તમે જેટલી વધુ પ્રશંસા કરશો તેમ તેમ તમારામાં સકારાત્મકતા વધશે.
મનપસંદ કામ કરો - જો તમે ખૂબ જ તણાવમાં રહો છો, તો તમારી જાતને ખુશ રાખવા માટે સમય ફાળવો. આ સમય દરમિયાન તમારા મનપસંદ કામ જેમ કે, ચિત્રકામ અથવા રમત રમો. આ કાર્યોથી તમારૂ મન પ્રસન્ન રહે છે. જ્યારે તમે શારીરિક રીતે સક્રિય હોવ છો, ત્યારે તમારી અંદર હેપી હોર્મોન્સ રિલિઝ થવા લાગે છે.












Click it and Unblock the Notifications
