Dinga Dinga Virus : શું છે યુગાન્ડામાં આતંક મચાવનાર ડિંગા ડિંગા વાયરસ? લોકો કેમ અચાનક નાચવા લાગે છે?
Dinga Dinga Virus : કોરોના વાયરસના પગલા ભુંસાયા નથી ત્યાં દુનિયામાં વધુ એક વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસ આફ્રિકન દેશ યુગાન્ડામાં આતંક મચાવી રહ્યો છે.
હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને દુનિયાને આ વાયરસને લઈને સાવધાન કરી છે. WHO અનુસાર, આ વાયરસ કોરોના વાયરસની જેમ જ દુનિયામાં આતંક મચાવી શકે છે.

યુગાન્ડામાં આ રહસ્યમય મહામારીને ડિંગા ડિંગા નામ અપાયુ છે. આ રોગનું નામ તેના મુખ્ય લક્ષણોમાંના એકને કારણે પડ્યું છે. ડિંગા ડિંગાનો અર્થ હલનચલન કરતી વખતે નૃત્ય કરવું થાય છે. આ રોગથી પીડિત વ્યક્તિ એવી રીતે ફરતો રહે છે જાણે કે તે નાચતો હોય.
યુગાન્ડામાં વધી રહેલી આ બીમારી ખાસ ટીનેજ છોકરીઓ અને મહિલાઓને તેનો શિકાર બનાવી રહી છે. આ રોગના કારણ વિશે હજુ સુધી ડોકટરોને કોઈ માહિતી નથી. આ રોગને કારણે શરીરમાં અનિયંત્રિત કંપન થાય છે અને ચાલવામાં તકલીફ થાય છે.
આ રોગના કારણો વિશે વધુ માહિતી નથી. તેના ચોક્કસ લક્ષણો શોધવા મુશ્કેલ છે. પીડિત લોકોમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે, જેમાંથી સૌથી ખતરનાક શરીરની વધુ પડતી મૂવમેન્ટ છે, જે ડાન્સિંગ મૂવમેન્ટ્સ જેવી જ છે.
તાવ, અતિશય નબળાઇ અને કેટલાક કિસ્સાઓમાં લકવો પણ જોવા મળે છે. આ રોગથી પીડિત લોકો માટે ચાલવું લગભગ અશક્ય બની જાય છે, કારણ કે તેમનું શરીર અનિયંત્રિત રીતે ધ્રૂજવા લાગે છે.












Click it and Unblock the Notifications
