Diwali 2022 : દિવાળી બાદ વધી શકે છે આ બીમારીઓનું જોખમ, થઇ જાવ સાવધાન

સમગ્ર દેશ હાલ દિવાળીના તહેવારોની તૈયારી અને ઉજવણીમાં જોડાઇ ગયો છે. હાલ બજારો માનવ મહેરામણથી ઉભરાઇ રહી છે. આ સાથે લોકો મોટા પ્રમાણમાં મિઠાઇ, ફટાકડા અને કપડાની ખરીદી કરી રહ્યા છે. આ દિવાળીની રોનક બાદ ઘણુ જોખમ વધી જાય છે.

સમગ્ર દેશ હાલ દિવાળીના તહેવારોની તૈયારી અને ઉજવણીમાં જોડાઇ ગયો છે. હાલ બજારો માનવ મહેરામણથી ઉભરાઇ રહી છે. આ સાથે લોકો મોટા પ્રમાણમાં મિઠાઇ, ફટાકડા અને કપડાની ખરીદી કરી રહ્યા છે. આ દિવાળીની રોનક બાદ ઘણુ જોખમ વધી જાય છે. જેમાં સૌથી મોટું જોખમ પ્રદુષણનું હોય છે. આ સાથે હવામાન અને મિઠાઇના કારણે પણ લોકો વધુ બિમાર પડે છે.

Diwali 2022

ઉલ્લેખનીય છે કે, આ વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારો વધતા પ્રદૂષણને લઈને વધુ સજાગ અને કડક છે. જ્યાં દિલ્હી સરકારે 1 જાન્યુઆરી, 2023 સુધી તમામ પ્રકારના ફટાકડાના વેચાણ, ઉપયોગ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. આવા સમયે ઉત્તર પ્રદેશ સરકારે NCRમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિવાળી બાદ ઘણીવાર એવું જોવા મળે છે કે, અનેક જીવલેણ રોગોનું જોખમ વધી જાય છે. જેનાથી સાવચેત રહેવાની ખાસ જરૂર છે.

આ રોગોથી સાવધાન રહો

1. આપણે બધા જાણીએ છીએ કે, દિવાળી પછી અનેક જીવલેણ રોગોનું જોખમ વધી જાય છે. કારણ કે, આ દરમિયાન મોટાભાગના શહેરોની હવામાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. તે લોકોને એટલા બીમાર બનાવે છે કે, તેમને લાંબા સમય સુધી દવાઓ પર આધાર રાખવો પડે છે.

2. હવાના ખતરનાક ગુણવત્તાના સ્તરને કારણે, સીઓપીડી રોગો લોકોને પકડે છે. તેના કારણે તમને સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં ઈન્ફેક્શન થાય છે.

3. ફટાકડામાંથી પ્રદૂષણ અસ્થમાના દર્દીઓનું મોત પણ થઇ શકે છે. આનાથી તે શ્વાસની સમસ્યાથી પરેશાન લોકોને હોસ્પિટલ સુધી ખેંચી શકે છે.

4. ફટાકડાના ધુમાડાથી લોકોમાં ફેફસામાં ઈન્ફેક્શન થઈ શકે છે. કારણ કે, ફટાકડામાંથી નીકળતા ધુમાડાને કારણે બ્રોન્કાઈટિસની સમસ્યા થાય છે.

5. દિવાળી દરમિયાન લોકો પોતાના ખાવા પર નિયંત્રણ રાખતા નથી. આ સમયે તળેલી અને બહારની વસ્તુઓ વધુ ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પાચનક્રિયા ખરાબ થવાને કારણે સ્થૂળતા વધવા લાગે છે.

6. દિવાળી પછી લોકોને શુગર અને હાઈ બીપીની સમસ્યા વધુ જોવા મળે છે. ફટાકડાના મોટા અવાજને કારણે હાઈ બીપી ધરાવતા લોકો અને હૃદયરોગથી પીડાતા લોકોને જોખમ રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X