For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેવી ઇજા વખતે લગાવું જોઇએ ધનુરનું ઇજેક્શન

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ આપણને કોઇ ઇજા થાય છે ત્યારે આપણા પરિવારજનો આપણે ટિટનસ એટલે કે ધનુરનું ઇંજેક્શન લગાવાનું કહે છે. પણ તેમ છતાં કેટલીક વાર આપણે તેમની વાતને અવગણીને ઘરે સાદી રીતે મલ્લમ પટ્ટી કરીને ઇંજેક્શન લેવાનું ટાળીએ છીએ. પણ શું તમને ખબર છે કે તમારું આવું કરવું ખતરનાક થઇ શકે છે.

ઇજાગ્રસ્ત થાવ ત્યારે તમારે ટિટનેસનું ઇંજેક્શન લગાવવું અનિવાર્ય થઇ જાય છે. ત્યારે આજે અમે તમને ધનુરના ઇંજેક્શન વિષે તમને કેટલીક રસપ્રદ અને રોચક જાણકારી આપવાના છીએ. જે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ધનુરનું ઇજેક્શન

ધનુરનું ઇજેક્શન

ધનુર એક પ્રકારનું જીવાણું સંક્રમણ છે. જે ધણી વાર ધાતક પણ સાબિત થઇ શકે છે. લગભગ 30 પ્રતિશત મામલામાં તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે.

ધનુરનું ઇજેક્શન

ધનુરનું ઇજેક્શન

આને લોકજો પણ કહે છે કારણ કે તે શરીરમાં ઝડબાને બંધ કરી દે છે જેના કારણે મોઢું ખુલવું અસંભવ થઇ જાય છે. અને તેના કારણે માણસ કંઇ પણ ખાવા અક્ષમ થઇ જાય છે.

ધનુરનું ઇજેક્શન

ધનુરનું ઇજેક્શન

તેના જીવાણું માટી, ખાધ અને ધૂળમાં પણ મળે છે. માટે જ ધણીવાર ધૂળમાં પડ્યા હોવા છતાં આ ઇંજેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે.

ધનુરનું ઇજેક્શન

ધનુરનું ઇજેક્શન

શરીરમાં જ્યારે તેના કારણે કોઇ ઇજા થાય છે ત્યારે આ જીવાણું ચીપકી જાય છે. અને શરીરમાં સંક્રમણ પેદા કરે છે. તે ખાસ કરીને તેવી જગ્યા થાય છે જ્યાં ગંદકી હોય.

ધનુરનું ઇજેક્શન

ધનુરનું ઇજેક્શન

કોઇ પશુ દ્વારા બટકું ભરવાથી, બળવાથી કે ગંદા ઇંજેક્શનને લેવાથી પણ ટિટનેસનો ડર રહે છે.

સંક્રમણ

સંક્રમણ

આ રોગ સંક્રમણ નથી હોતો. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો જો કોઇને આવું થયું હોય તો તેની યોગ્ય મદદ કરવી જ રહી. તેનાથી તમને ચેપ નહીં લાગે.

બાળકો

બાળકો

બાળકોને આનું ટીકાકરણ જરૂરથી કરાવો. તેનાથી શરીરમાં ટિટનેસના જીવાણી સામે પ્રતિરોધક ક્ષમતા વધે છે.

ધનુરનું ઇજેક્શન

ધનુરનું ઇજેક્શન

જો તમને ગંભીર ઇજા થઇ હોય તો તમારે પાંચ વર્ષની અંદર ટીટનેસનું ઇજેક્શન લગાવી લેવું જોઇએ. તેનાથી સંક્રમણ થવાની સંભાવના ઓછી થાય છે.

ધનુરનું ઇજેક્શન

ધનુરનું ઇજેક્શન

જો તમને નાનપણમાં ટિટનેસનું ટીકાકારણ નથી કરવામાં આવ્યું તો તમે અત્યારે પણ ટીટનેસનું ટીકાકરણ કરાવી શકો છો. આ ટીકાકરણ 3 ચરણોમાં થાય છે. પહેલા ટીકાના 4 અઠવાડિયા બાદ બીજો ટીકો અને તેના 6 કે 12 અઠવાડિયા બાદ ત્રીજો ટીકો લેવાનો હોય છે.

તાવ આવી શકે છે

તાવ આવી શકે છે

સામાન્ય રીતે ટિટનેસનું ઇંજેક્શન લગાવ્યા બાદ તમને થોડો તાવ આવી શકે છે. જ્યાં ઇંજેક્શન લાગ્યું હશે ત્યાં લાલ થઇ જાય કે સોજા આવી જાય તેવું પણ બની શકે છે.

ગર્ભવતી મહિલા

ગર્ભવતી મહિલા

ગર્ભવતી મહિલાઓ માટે ટિટનેસની વેક્સીનેશન સુરક્ષિત હોય છે. જો કે ડોક્ટરની તો તે સલાહ હોય છે કે મહિલા જેટલી વાર ગર્ભધારણ કરે તેટલી વાર તે ટિટનેસનું ઇજેક્શન લગાવે. જેથી તેને ડિપ્થીરિયા કે કાળી ખાંસીની સમસ્યા ના થાય.

English summary
Do You Need To Get A Tetanus Shot Every Time You Get A Major Cut? Here’s everything you need to know about this condition. Don’t worry, we’ll spare you the boring details and tell you only what you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X