Health Tips : શું તમે પણ અનિદ્રાનો શિકાર છો? આ સરળ ઉપાયથી આવશે ઊંઘ

Health Tips : ઘણીવાર સ્ટ્રેસ કે અન્ય કારણે રાતે મોડા સુધી ઊંઘ આવતી નથી અથવા તો ત્રુટક ત્રુટક ઊંઘ આવે છે, જેના કારણે રાત્રે ઊંઘ પૂરી થઇ શકતી નથી. જો ઊંઘ પૂરી ન થાય તો દિવસ પણ ખરાબ રહે છે અને સ્વસ્થ્ય પર પણ માઠી અસર થાય છે. આ બીમારીને અનિદ્રા કે ઇનસોમ્નેનયા કહેવામાં આવે છે.

આ અહેવાલમાં આપણે અનિદ્રાના કારણો વિશે જાણીશું. આ સાથે અનિદ્રાથી બચીને તમે રાત્રે સારી રીતે ઊંઘી શકો છો, તેના ઉપાયો વિશે પણ જાણીશું. આ ઉપાયો દ્વારા તમે રાત્રે આરામથી ઊંઘી શકશો અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રાખી શકશો.

insomnia

ટેન્શન - અનિદ્રાનું પ્રથમ કારણ તણાવ અને બેચેની છે. જો તમે કોઈપણ કારણસર તણાવમાં હોય તો તે શરીરના ઊંઘ અને જાગવાના ચક્રને અસર કરે છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ સામાન્ય રીતે રાત્રે શરીરને સૂવાનો સંકેત આપવા માટે ઓછો સક્રિય હોય છે. જોકે, જે લોકો અનિદ્રાથી પીડાય છે, તેઓમાં કોર્ટિસોલનું પ્રમાણ સાંજના સમયે વધતું જોવા મળે છે. આ કારણે શરીરની ઊંઘ અને જાગવાની સાઈકલ પ્રભાવિત થાય છે અને વ્યક્તિ ઊંઘી શકતો નથી.

શરીરમાં દુખાવો - ઘણી વખત અતિશય થાકને કારણે શરીરમાં દુખાવો થવા લાગે છે, જેના કારણે સારી ઊંઘ નથી આવતી. તમે આખી રાત શરીરના દુખાવા સાથે લડતા રહો છો. પીઠના દુખાવા, પગના દુખાવા કે માથાના દુખાવાને કારણે ઘણીવાર ઊંઘ આવતી નથી. તેને પેન્સોમેનિયા પણ કહી શકાય.

વધુ સ્ક્રીન ટાઇમ - ટીવી, લેપટોપ અને મોબાઈલમાંથી આવતા કિરણો આંખો માટે હાનિકારક સાબિત થાય છે. આના કારણે પણ ઊંઘમાં ખલેલ પહોંચે છે. આજની જીવનશૈલીમાં તેનો ઉપયોગ મજબૂરી બની ગયો છે.

કેફીન અથવા આલ્કોહોલ - જો તમે સાંજે કે રાત્રે કોફી કે ચા પીઓ છો, તો તેનાથી પણ તમારી ઊંઘમાં ખલેલ પડે છે. જ્યારે આપણે જાગીએ છીએ, ત્યારે શરીર એડિનોસિન ઉત્પન્ન કરે છે, જે આપણને થાક્યા પછી સૂઈ જવાની સૂચના આપે છે. કેફીન આ મેસેન્જર, એડેનોસિનને અવરોધે છે, જે મગજને ઊંઘના સંકેતો પ્રાપ્ત કરતા અટકાવે છે. તેથી સૂવાના સમયે આઠ કલાક પહેલાં કેફીનનું સેવન અનિદ્રાનું કારણ બની શકે છે. કેફીનની જેમ દારૂ પણ અનિદ્રાનું મુખ્ય કારણ છે.

જીવનશૈલી - અસ્તવ્યસ્ત જીવનશૈલી એવી છે કે, જેમાં વ્યક્તિ મોડી રાત્રે ઓફિસેથી ઘરે આવે છે, અથવા વધુ મુસાફરી કરે છે, અથવા મોડા ખાય છે, એવી રીતે વ્યક્તિએ સૂવાના સમયે ફરજિયાતપણે જાગવું પડે છે, જેના કારણે ઊંઘ અને જાગવાની શરીરની ક્લોક બંધ થઈ જાય છે, જેના કારણે ઊંઘની સાયકલ ખોરવાઇ જાય છે.

અનિદ્રાને કેવી રીતે દૂર કરવી?

  • સૂવાના સમયે બે થી ત્રણ કલાક પહેલાં ખાઓ
  • સૂવાના સમયના આઠ કલાક પહેલા ચા, કોફી કે આલ્કોહોલ પીવાનું ટાળો
  • બેડ સાફ રાખો
  • સૂતા પહેલા ટીવી, મોબાઈલ કે અન્ય સ્ક્રીનનો ઉપયોગ ન કરો
  • પૌષ્ટિક ખોરાક લો, વધુ તેલયુક્ત મસાલાવાળઓ ખોરાક લેવાનું ટાળો
  • વ્યાયામ, યોગ અને ધ્યાન કરો
  • તણાવ દૂર કરવાના માર્ગો શોધો
  • જો સમસ્યા વધી જાય તો ડૉક્ટરને મળો
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X