Health Tips : આ 5 આદતોથી થાય છે હાડકાને નુકસાન, આજે જ સુધારી લો
Health Tips : સામાન્ય રીતે વધતી ઉંમર સાથે હાડકાં નબળા પડવા લાગે છે. પરંતુ ખરાબ જીવનશૈલી અને સ્ટ્રીટ ફૂડના કારણે સમય પહેલા હાડકા નબળા થવા લાગે છે. જેના કારણે નાના-નાના બાળકો પણ હાડકાને લગતી બીમારીઓનો શિકાર બની રહ્યા છે.
લોકો ઘણી વાર હાડકાની અવગણના કરે છે. જેના કારણે તે પાછળથી ગંભીર સમસ્યા બની જાય છે. તેથી જ આ સમસ્યાઓને શરૂઆતના તબક્કામાં જ નિયંત્રિત કરવી જોઈએ.

મીઠાનું વધુ સેવન - તમે તમારા ભોજનમાં જેટલું વધુ મીઠું લો છો, તેટલી ઝડપથી તમારા શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થવા લાગે છે.
તંદુરસ્ત હાડકાં માટે કેલ્શિયમનું સેવન સામાન્ય હોવું જોઈએ. સ્ટ્રીટ ફૂડમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે. તમારે સંતુલિત માત્રામાં જ મીઠાનું સેવન કરવું જોઈએ.
વધુ પ્રોટીન ખાવું - લોકોને લાગે છે કે, વધુ પ્રોટીન ખાવાથી શરીર સ્વસ્થ રહેશે, પરંતુ એવું નથી કે, પ્રોટીનના વધુ પડતા સેવનથી હાડકા નબળા થવા લાગે છે અને દુઃખાવાની સમસ્યા વધવા લાગે છે. એટલા માટે પ્રોટીન ઓછી માત્રામાં લેવું જોઈએ.
ધુમ્રપાનથી રહો દુર - ધુમ્રપાનથી ખરાબ અસર થાય છે. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સાથે સાથે તમારા હાડકા માટે પણ સ્મોકિંગ નુકસાનકારક છે. તેનાથી હાડકાંમાં ફ્રેક્ચર થવાની શક્યતા વધી જાય છે અને હાડકાં છીદ્ર થઈ જાય છે. એટલા માટે તમારે કોઈપણ પ્રકારના ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ.
ઓછું વજન હોવું - વધારે વજન હોવું પણ એક સમસ્યા છે. તે હાડકા પર અસર કરે છે. ઓછું વજન હોવાને કારણે ઓસ્ટીયોપોરોસીસ થવાની શક્યતા વધી જાય છે. તેનાથી હાડકાં ખરવાની શક્યતા વધી જાય છે અને તમને હાડકા સંબંધિત અન્ય બીમારીઓનું જોખમ પણ હોઈ શકે છે.
શારીરિક પ્રવૃત્તિનો અભાવ - જો તમે એક જગ્યાએ બેસીને કામ કરો છો, તો તેની અસર તમારા હાડકાં પર પડે છે. એટલા માટે શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. સમયાંતરે ચાલતા રહો, લિફ્ટ વગેરેને બદલે સીડીનો ઉપયોગ કરો. તેનાથી તમારા હાડકા મજબૂત રહે છે.












Click it and Unblock the Notifications
