For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : કોલેસ્ટ્રોલ ઘટડવા ખાવ આ વસ્તુ, સવારે નીકળી જશે બહાર

Health Tips : કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે અત્યાર સુધી ઘણી બધી રીતો અપનાવી હશે, પરંતુ ઇસબગુલને એકવાર અજમાવી જોવું જોઇએ. ઇસબગુલના સેવનથી તમને થોડા જ દિવસોમાં ફરક અનુભવી શકો છો.

|
Google Oneindia Gujarati News

Health Tips : વર્તમાન અસ્તવ્યસ્ત જીવનશૈલીને કારણે લોકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી ગયું છે. આવા સમયે જો ખાણીપીણીમાં ધ્યાન રાખવામાં ન આવે તો કોલેસ્ટ્રોલ વધી જાય છે. જો કોલેસ્ટ્રોલના વધારાને સમયસર કાબુમાં લેવામાં ન આવે, તો તે કોઈપણ મનુષ્ય માટે મોતનું કારણ બની શકે છે.

સામાન્ય રીતે ખરાબ જીવનશૈલી અને ખોટા ખાનપાનના કારણે LDL નસોમાં જમા થવા લાગે છે જે પાછળથી ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું કારણ બને છે. આવામાં તમારે તમારા રોજિંદા આહારમાં ઇસબગુલનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે, જે તમને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કરો ઇસબગુલનું સેવન

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કરો ઇસબગુલનું સેવન

ઇસબગુલ એ સ્વસ્થ આહારની યાદીમાં સામેલ છે, જેના દ્વારા કોલેસ્ટ્રોલ અસરકારક રીતે ઘટાડી શકાય છે. ઘણા સંશોધનોમાં એ સાબિત થયુંછે કે, આ સુપરફૂડ આપણા આંતરડામાં પાતળું પડ બનાવે છે. જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ શોષી શકતું નથી અને સવારે ટોયલેટ દ્વારાબહાર નીકળી જાય છે.

કેવી રીતે કરશો ઇસબગુલનું સેવન

કેવી રીતે કરશો ઇસબગુલનું સેવન

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તમે દરરોજ ઇસબગુલનું સેવન કરી શકો છો. આ માટે એક ગ્લાસમાં નવશેકું પાણી લો અને તેમાં એક ચમચીઇસબગુલ મિક્સ કરો. ઘણા નિષ્ણાતો સાંજે આ વસ્તુનું સેવન કરવાની સલાહ આપે છે. થોડા અઠવાડિયામાં તમે તમારા શરીરમાં ફરક જોવામળશે.

આ બાબતોનું રાખો ધ્યાન

આ બાબતોનું રાખો ધ્યાન

કેટલાક લોકોને ઇસબગુલનું સેવન કર્યા પછી પેટમાં દુઃખાવો, કબજિયાત, પેટમાં ગેસ, ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, આવીસ્થિતિમાં તમારે ઇસબગુલનું સેવન તરત જ બંધ કરી દેવું જોઈએ, તેમજ શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ઇસબગુલના અન્ય ફાયદા

ઇસબગુલના અન્ય ફાયદા

જો ઇસબગુલને નિયમિત રીતે ખાવામાં આવે, તો તે રક્તવાહિનીઓમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે સાથેતેનાથી શરીરને અન્ય ઘણા ફાયદા પણ થાય છે.

  • પાચન બરાબર થશે
  • કબજિયાત દૂર થશે
  • ડાયાબિટીસમાં મદદરૂપ
  • બોડી ડિટોક્સ થશે

English summary
Health Tips : Eat Isabgol to reduce cholesterol, it will go out in the morning with toilet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X