For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : ઇમ્યુનિટી વધારવા માટે કરો મધનું સેવન, કફ અને કોલ્ડ રહેશે દૂર

તમારે જાણી લેવુ જોઇએ કે તમે તમારી રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકો છો. આવા સમયે તમારા રોજિંદા જીવનમાં મધનો ઉપયોગ કરવો જોઇએ.Health Tips : honey will increase your immunity, cough and cold will be away

|
Google Oneindia Gujarati News

Health Tips : હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ સાથે ઠંડી પણ વધી રહી છે, જે કારણે બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવામાં શરદી, ઉધરસ અને કફની સમસ્યા સામાન્ય બની જાય છે. આ સાથે તાવ પણ આવી જાય છે. આવા સમયે જો આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે તો બીમાર પડવાની શક્યતા વધુ રહે છે.

Health Tips

આવા સમયે તમારે જાણી લેવુ જોઇએ કે તમે તમારી રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકો છો. આવા સમયે તમારા રોજિંદા જીવનમાં મધનો ઉપયોગ કરવો જોઇએ.

મધ સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે

મધ સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે

આજથી જ રોજિંદા જીવનમાં મધનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. મધ સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે. મધનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. જ્યાં તમે ખાંડનો ઉપયોગ કરો છો, ત્યાં તમે ખાંડના બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરી શકો છો.

આજે અમે તમને ઘરેલું જડીબુટ્ટીઓ વિશે જણાવીશું, જે આયુર્વેદિક દવાઓ પણ છે. આને નિયમિત રીતે મધ સાથે ભેળવીને સેવન કરવાથી તમને ઘણા લાભ થશે.

મધ અને હળદર

મધ અને હળદર

સૌથી પહેલા તમે મધ અને હળદર મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. આ માટે દિવસમાં એકવાર જ્યારે પણ તમને મન થાય કે અડધી ચમચી હળદરને એક ચમચી મધમાં ભેળવીને ધીમે-ધીમે ચાટીને ખાઓ. આને કારણે, સક્રમણનું કારણ બનેલા બેક્ટેરિયા-વાયરસ તમારા શરીર પર પ્રભુત્વ જમાવી શકશે નહીં.

મધ અને લિકરિસ (જેઠી મધ)

મધ અને લિકરિસ (જેઠી મધ)

બીજો ઉપાય મધ અને લિકરિસ (જેઠી મધ) છે. આ બંને વસ્તુઓ એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. જો તમે આ બંનેનું એકસાથે સેવન કરશો તો ખાંસી-શરદી-તાવથી બચી શકશો.

શિયાળામાં મોટાભાગના લોકોને ગળામાં ખરાશની સમસ્યા રહે છે. આ માટે એક ચમચી મધમાં અડધી ચમચી જેઠી મધનો પાવડર ભેળવીને દરરોજ દિવસ દરમિયાન અથવા રાત્રિ ભોજનના એક કલાક બાદ ચાટવું.

કાળા મરી અને મધ

કાળા મરી અને મધ

જો તમે કાળા મરી અને મધનું એકસાથે સેવન કરો છો, તો તમને અગણિત ફાયદા થશે. આ માટે એક કાળા મરીને પીસીને તેમાં અડધી ચમચી મધ મિક્સ કરીને ખાઓ. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને મોસમી સંક્રમણ સામે રક્ષણ આપવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

English summary
Health Tips : honey will increase your immunity, cough and cold will be away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X