
health tips :શું પેટમાં ગેસ થવાની સમસ્યા કેન્સરની નિશાની છે?
health tips : વર્તમાન સમયમાં અનિયમિત ખોરાક અને ખરાબ જીવનશૈલીને કારણે પેટમાં ગેસની સમસ્યા સામાન્ય બની ગઇ છે. જ્યારે પાચનમાં ગરબડ થાય છે કે અપચો થાય છે તો પેટ ભારે ભારે લાગે છે. ગેસના કારણે પેટમાં દુઃખાવાની સમસ્યા વધુ રહે છે.
ગેસ અને પેટમાં દુઃખાવો થવા પાછળ કેટલાક ગંભીર કારણો પણ હોય શકે છે. પેટમાં ગેસ બનવા પાછળ કેન્સર જેવી ગંભીર બીમારી પણ હોય શકે છે. સ્લીપ એપનિયા, હાઇપોથાઇરોડિઝમ, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓથી ગેસની સમસ્યા અને પેટમાં દુઃખાવો થાય છે.

આંતરડાના કેન્સરની શક્યતા
પેટના કેન્સરના લક્ષણોમાં જોઇએ તો પેટમાં ગેસ બને છે, ત્યારે પેટમાં દુઃખાવાની સમસ્યા પણ થાય છે. પેટનું કેન્સર હોય ત્યારે ગેસ, પેટમાં ભારેપણું, ખેંચાણ અને દુઃખાવો જેવા ચિહ્નો દેખાય છે. જો કેન્સર હોય તો રેક્ટલ બ્લીડિંગની સમસ્યા પણ થઈ શકે છે. પેટના કેન્સરના આ લક્ષણો જીવલેણ સાબિત થઈ શકે છે.

હાઇપોથાઇરોડિઝમ
હાઈપોથાઈરોઈડિઝમને કારણે પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. જેના કારણે પેટ અને આંતરડા પ્રભાવિત થાય છે, જેના કારણેકબજિયાત અને ગેસની સમસ્યા થવા લાગે છે. જો આવા લક્ષણો સાથે ગળામાં દુઃખાવાની સમસ્યા હોય, તો તે થાઈરોઈડ હોય શકે છે.

સ્લીપ એપનિયા
સ્લીપ એપનિયા ધરાવતા લોકો તેમના નાકને બદલે મોં દ્વારા શ્વાસ લે છે. સ્લીપ એપનિયાના કારણે નસકોરા બોલાવતી વખતે હવા આપણાશરીરમાં જાય છે, જેના કારણે પેટમાં ગેસની સમસ્યા સર્જાઇ શકે છે. જો દરરોજ ગેસની સમસ્યા હોય તો તે સ્લીપ એપનિયાનું લક્ષણ હોય શકે છે. આવા લક્ષણોની અવગણના જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ
ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ રોગમાં પેટમાં ખેંચાણ, કબજિયાત, ગેસ અને પેટનું ફૂલવું જેવા લક્ષણો જોવા મળે છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમનેકારણે પાચનતંત્ર ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. આવી સમસ્યાઓ જણાય તો તાત્કાલિક સારવાર લેવી જોઇએ.