Amla Candy Recipe in Gujarati : ઘરે બનાવો આમળાની કેન્ડી, થશે આ મોટા લાભ
આમળામાં ફાઇબરસ વિટામિન્સ, ફોલેટ, એન્ટી-ઓક્સિડેન્ટ, આયરન, કાર્બન, ઓમેગા 3, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ગુણોથી ભરપૂર હોય છે. જે કારણે આમળાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
Amla Candy Recipe in Gujarati : ભારતમાં પ્રાચીન કાળથી પોતાના ચિકિત્સાશાસ્ત્ર એટલે કે આયુર્વેદ દ્વારા લોકોનો ઉપચાર કરે છે. આ બીમારીને ઠીક કરવાની સાથે સાથે નવી બીમારીઓને થતી અટકાવે છે. આયુર્વેદમાં એકથી વધારે લાભ આપતી ઐષધિમાં આમળાનો સમાવેશ થાય છે.

આમળામાં ફાઇબરસ વિટામિન્સ, ફોલેટ, એન્ટી-ઓક્સિડેન્ટ, આયરન, કાર્બન, ઓમેગા 3, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ગુણોથી ભરપૂર હોય છે. જે કારણે આમળાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. (Amla Candy Recipe in Gujarati) આમળા સ્વાદમાં ખાટા હોય છે. જેને ખાધા બાદ પાણી પીવાથી ગળપણનો પણ અહેસાસ થાય છે. આજે આપણે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી એ વિશે જાણીશું.

આમળા કેન્ડી રેસીપી (Amla Candy Recipe in Gujarati)
આમળાનું સેવન તમને શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે. આ સાથે આમળા ખાવાથી મેટાબોલિઝમ અને ઈમ્યુનિટી વધારવામાં પણમદદ મળે છે.
જેના કારણે તમે રોગોથી દૂર રહો છો, જે સાથે આમળા તમને વધતા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
તેથી જઆજે અમે તમારા માટે આમળા કેન્ડી બનાવવાની રેસિપી (Amla Candy Recipe in Gujarati) લઈને આવ્યા છીએ.
આમળાકેન્ડીનો સ્વાદ ખૂબ જ મસાલેદાર હોય છે. જેને તમે ખાધા પછી ખાઓ છો, તો તમારું ભોજન સરળતાથી પચી જાય છે.

આમળા કેન્ડી બનાવવા માટે જરૂરી સામગ્રી - (Amla Candy Recipe in Gujarati)
- જીરું - 1.5 ચમચી
- પાઉડર ખાંડ - 1.5 ચમચી
- આમળા - 2 કિ.ગ્રા
- ખાંડ - 1.5 કિગ્રા
- ચાટ મસાલો - 1.5 ચમચી

આમળા કેન્ડી કેવી રીતે બનાવવી? (Amla Candy Recipe in Gujarati)
- આમળાની કેન્ડી બનાવવા માટે સૌપ્રથમ આમળાને ધોઈને સાફ કરો
- જે બાદ તમે આમળાને કુકરમાં મૂકીને 1 સીટી વાગે, ત્યારે ગેસ બંધ કરી દો
- આ પછી જ્યારે આમળા ઠંડા થઈ જાય, પછી તમે તેને છોલી લો
- જે બાદ આમળાને કેન્ડીના આકારમાં કાપીને રાખો
- આ પછી આમળાના કટ કરેલા ટુકડાને પ્લેટમાં ફેલાવી દો
- જે બાદ તમે તેમના પર ખાંડ છાંટીને સૂકા કપડાથી ઢાંકી દો
- આ પછી તેમને ઓછામાં ઓછા એક કે બે દિવસ સુધી કપડાથી ઢાંકીને રાખો
- જે બાદ સ્ટ્રેનરની મદદથી આમળાના રસને ગાળીને અલગ કરો
- આ પછી તમે આમળા કેન્ડીને લગભગ બે દિવસ સુધી સૂકવવા માટે રાખો
- હવે તમારી મસાલેદાર આમળા કેન્ડી તૈયાર છે
તમે આમળા કેન્ડીને ઘણા દિવસો સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો












Click it and Unblock the Notifications
