For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : ઠંડીમાં આ કારણે થાય છે સાંધામાં દુઃખાવો, આ રીત મળશે છૂટકારો

તાપમાનમાં થતા ઘટાડાને કારણે બ્લડ વેસલ્સ સંકોચાય છે. જે કારણે આ જગ્યાએ લોહીનું દબાણ ઓછુ થઇ જાય છે. આ કારણે સાંધા જકળાઇ જાય છે. આ સાથે તમને ઢીંચણમાં અસહ્ય દર્દ થાય છે.

|
Google Oneindia Gujarati News

Health Tips : શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે ઘણી આરોગ્ય સમસ્યા થઇ શકે છે. આવા સમયે વૃદ્ધો માટે પરિસ્થિતિ વધુ જટીલ બની જાય છે. વૃદ્ધોને શિયાળામાં ચાલવામાં તકલીફ થાય છે. ઘણા લોકોને શિયાળામાં સાંધાના દુઃખાવાની પણ સમસ્યા રહે છે. જેનું કારણ છે તાપમાનમાં ઘટાડો.

winter tips

તાપમાનમાં થતા ઘટાડાને કારણે બ્લડ વેસલ્સ સંકોચાય છે. જે કારણે આ જગ્યાએ લોહીનું દબાણ ઓછુ થઇ જાય છે. આ કારણે સાંધા જકળાઇ જાય છે. આ સાથે તમને ઢીંચણમાં અસહ્ય દર્દ થાય છે.

લોહીનું તાપમાન જાળવી રાખવી જરૂરી

લોહીનું તાપમાન જાળવી રાખવી જરૂરી

શિયાળાની ઋતુમાં હૃદયની નજીક લોહીની ઉષ્ણતા જાળવી રાખવી જરૂરી છે. જ્યારે હૃદયની નજીકનું લોહી ઠંડુ થાવા લાગે છે, ત્યારે શરીરના અન્ય ભાગોમાં લોહીની ખામી સર્જાય છે.

આવી સ્થિતિમાં જ્યારે સ્કીન ઠંડી હોય છે, ત્યારે તમને પીડા વધુ થાય છે, પરંતુ શિયાળાનીઋતુમાં કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે સાંધાના દુઃખાવાથી છૂટકારો મેળવી શકો છો.

આહારમાં સમાવેશ કરો પૌષ્ટિક ખોરાક

આહારમાં સમાવેશ કરો પૌષ્ટિક ખોરાક

ઘણી વખત શિયાળાની ઋતુમાં નબળાઈના કારણે સાંધાનો દુઃખાવો પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો.

તમારા દૈનિક આહારમાં આવશ્યક પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. સંતુલિત આહાર તમને સ્વસ્થ રાખવામાં અને તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

જો તમારા સાંધામાં વધુ દુઃખાવો થાય છે, તો તમારા આહારમાં કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનો ચોક્કસ સમાવેશ કરો. કેલ્શિયમની ઉણપ પણ તમારા હાડકાંને નબળા કરે છે.

તમારા આહારમાં ડેરી પ્રોડક્ટની સાથે તમારે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, તલ, સોયાબીન અને સૂકા અંજીરનો પણ સમાવેશ કરવો જોઈએ.

મહત્વપૂર્ણ છે વિટામિન ડી

મહત્વપૂર્ણ છે વિટામિન ડી

આપણા શરીરને વિટામિન ડીની ખૂબ જ જરૂર હોય છે. તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે સૂર્યસ્નાન ચોક્કસ કરો.

સૂર્યસ્નાન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તડકામાં બેસવાથી શરીરનું રક્ત પરિભ્રમણ બરાબર રહે છે. જેનાકારણે તમને સાંધાના દુઃખાવામાં પણ રાહત મળે છે.

દરરોજ કસરત કરો

દરરોજ કસરત કરો

શિયાળાની ઋતુમાં ઠંડા પવનોને કારણે ઘણીવાર હાડકાં જામી જાય છે. આવી સ્થિતિમાં, રક્ત પરિભ્રમણને યોગ્ય રાખવા માટે કસરત અથવાયોગની મદદ લો.

નિયમિત વ્યાયામ કરીને, તમે તમારા સાંધાઓની લલીલાપણુ જાળવી શકો છો. જો તમે વ્યાયામ ટાળવા માંગતા હો, તોદરરોજ ચાલીને, દોડીને તમારા સાંધાના દુઃખાવાથી રાહત મેળવવાનો પ્રયાસ કરો.

ઘણા પ્રકારના યોગાસનો પણ છે, જે તમને સાંધાનાદુઃખાવામાં રાહતની સાથે શિયાળામાં થતી અનેક પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.

English summary
Health Tips : Know how to get rid from joint pain in winter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X