Health Tips : આ ત્રણ ડ્રિંક્સ ઉનાળામાં પાચનતંત્રને રાખશે સ્વસ્થ

Health Tips : સ્વસ્થ રહેવા માટે પાચનતંત્રનું સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. જેની મદદથી ખોરાક વિટામિન્સ અને મિનસરલ્સ બદલાય છે, જે આપણા શરીરને મજબુતી આપે છે. બિનઆરોગ્યપ્રદ આહાર અને બદલાતી જતી જીવનશૈલીને કારણે હાલ લોકોમાં પાચન સંબંધિત સમસ્યાઓનો વધારો થઇ રહ્યો છે. લોકોમાં એસિડિટી, અપચો, ગેસ અને કબજીયાત જેવી સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે.

જો તમે પણ પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો આ અહેવાલ તમારા માટે લાભદાયી સાબિત થવાનો છે. આજે આપણે પાચનક્રિયા સુધારતા ડ્રિંક્સ વિશે જણીશું. જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો અને તેનું સેવન કરીને તમે પાચનતંત્રને મજબૂત બનાવી શકો છો.

ચોખા કાંજી

ચોખા કાંજી

ચોખા કાંજી એક અદ્ભુત પ્રોબાયોટિક પીણું છે, જે તમારી પાચન તંત્રને સુધારે છે. તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. આ પીણું બનાવવામાટે તમારે 3-4 ચમચી રાંધેલા ચોખા, એક ગ્લાસ પાણી અને માટીના વાસણની જરૂર પડશે.

આ પીણું બનાવવા માટે, માટીના વાસણમાં પાણી રેડવું, તેમાં ચોખા ઉમેરો. તેને 5-6 કલાક માટે રાખો. પછી આ પાણીને એક ગ્લાસમાં કાઢીતેમાં જીરું પાવડર અને કાળું મીઠું નાખો. ચોખા કાંજી તૈયાર છે.

આદુ ફુદીનાની ચા

આદુ ફુદીનાની ચા

આદુ ફુદીનાની ચાના સેવનથી તમે પેટ સંબંધિત સમસ્યાઓથી બચી શકો છો. તેને બનાવવા માટે કેટલાક ફુદીનાના પાન અને આદુના ટુકડાને એકસાથે પાણીમાં ઉકાળો. તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ ઉમેરો. પછી આ પીણાને ગાળી લો અને ગરમ થઈ જાય પછી તમે તેનું સેવન કરી શકો છો.

અજમો, જીરું અને વરિયાળીનું પાણી

અજમો, જીરું અને વરિયાળીનું પાણી

આ પીણું આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ બનાવવા માટે, અજમો, જીરું અને વરિયાળી સમાન માત્રામાં લો અને મિશ્રણ તૈયારકરો. એક કડાઈમાં પાણી ગરમ કરો, તેમાં એક ચમચી પાવડર ઉમેરો અને 3-4 મિનિટ સુધી ઉકાળો. જ્યારે તે હૂંફાળું થઈ જાય, ત્યારે તમેતેને પી શકો છો.

આ પીણાંથી તમને પાચન સંબંધી સમસ્યાઓથી કાયમ માટે છૂટકારો અપાવવામાં મદદ કરી શકે છે. આ સાથે એવી પણ સલાહ આપવામાં આવે છે કે, તમારે જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરવાની પણ જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X