Health Tips : કમર દર્દથી છુટકારો મેળવવા મહિલાઓ અપનાવો આ ઉપાય, મળશે રાહત
Health Tips : સ્ત્રીઓને કમરનો દુઃખાવો થવાના ઘણા કારણોથી હોય શકે છે. જેમ કે, ભારે વસ્તુઓ ઉપાડવી અથવા નબળા હાડકાં કે કેલ્શિયમની ખામી. આવી સ્થિતિમાં આજે આપણે એવા કેટલાક ઘરેલું ઉપચાર વિશે જાણીશું.
Health Tips : મહિલાઓને હંમેશા કમરનો દુઃખાવોની ફરિયાદ રહે છે. આવામાં રોજ દવાઓ પીવી યોગ્ય નથી. આવામાં તમે ઘણા ઘરેલુ ઉપચાર અપનાવી શકો છો, જેનાથી તમને કમરના દુઃખાવામાંથી રાહત મળશે.

આ ઘરેલુ ઉપાયો ઘણા સરળ છે અને ઝડપથી કમરનો દુઃખાવો દુર કરે છે. જે માંસ પેસીઓ અને હાડકામાં ગરમી ઉત્પન્ન કરે છે અને દર્દમાંથી છુટકારો આપવામાં મદદ કરે છે.

પીઠના દુખાવાનું કારણ
- સ્નાયુઓમાં ખેંચાણ
- ખોટી રીતે ઉંઘવું
- કરોડરજ્જુ પર વધારાનું દબાણ
- સ્થૂળતા

હળદર વાળું દૂધ પીવો
કર્ક્યુમિન, હળદરમાં મુખ્ય બાયોએક્ટિવ સંયોજન, બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે, જે પીઠના દુખાવા માટે ઉપયોગી થઈ શકે છે.
આવીસ્થિતિમાં દરરોજ રાત્રે સૂતા પહેલા અડધો કપ ગરમ દૂધ લો અને તેમાં એક ચમચી હળદરનો પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરો.
ઉપરથી થોડું મધ ઉમેરો. આનાથી બે ફાયદા થશે. પ્રથમ, તમારો દુઃખાવો ઓછો થશે અને બીજું, તે તમારા હાડકાંને મજબૂત કરવામાં અનેસ્નાયુઓની બળતરા ઘટાડવામાં મદદ કરશે.

ગરમ પાણીથી સ્નાન કરો
જો કમરનો દુઃખાવો તમને વધારે પરેશાન કરી રહ્યો હોય, તો રાત્રે સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરો. તે સૌથી પહેલા તમારા શરીરમાંગરમી પેદા કરશે અને માંસપેશીઓનો સોજો ઓછો કરશે.
બીજું, ગરમ પાણીથી સ્નાન કર્યા બાદ, તમારું રક્ત પરિભ્રમણ બરાબર થશે, જેથીતમને પીડામાંથી રાહત મળશે.

ઓશીકા વગર ઉંઘો
ઓશીકા વગર સૂવાથી તમે કમરના દુઃખાવાથી બચી શકો છો. ખરેખર, આ પ્રકારની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવામાં આવે છે, જેનાથી પીઠનાહાડકાનો દુખાવો ઓછો થાય છે અને સ્નાયુઓને આરામ મળે છે.
આ સિવાય શરીરમાં ખોટી રીતે સુવાને કારણે થતી સમસ્યાને દૂર કરવામાં પણતે મદદરૂપ છે.












Click it and Unblock the Notifications
