Health Tips : વિટામીનની ઉણપથી રહે છે કમર દર્દ, આ રીતે કરો ભરપાઇ
Health Tips: કમર દર્દ એક સામાન્ય સમસ્યા છે. જે ખરાબ લાઇફસ્ટાઇલ સાથે જોડીને જોવામાં આવે છે. જો તમારા શરીરમાં વિટામીનની ઉણપ છે, તો તમને કમરમાં દુઃખાવો થઇ શકે છે.
વિટામીન બી12ની ઉણપને કારણે માંસપેશિઓ અને કમર દર્દનું કારણ બને છે. આ સાથે શરીરમાં લોહીની ઉણપ થઇ જાય છે.

કયા વિટામિનની ઉણપથી પીઠનો દુઃખાવો થાય છે - વિટામિન B12 ની ઉણપથી તમને કમરનો દુઃખાવો થઈ શકે છે. વિટામિન B12 ની ઉણપથી શરીરમાં નબળાઈ આવે છે અને આ દુઃખાવો તમને સતત પરેશાન કરી શકે છે.
એવું બને છે કે, બી12 વિટામિન ચેતા કોષોમાં તમારા માટે ઊર્જા વધારનાર તરીકે કામ કરે છે. જ્યારે તેની ઉણપ હોય છે, ત્યારે તે શરીરમાં બળતરા પેદા કરે છે અને તેના કારણે તમને કમરનો ગંભીર દુઃખાવો થઈ શકે છે.
વિટામિન 12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી - વિટામિન 12 ની ઉણપને દૂર કરવા માટે તમે આ ખોરાકનું સેવન કરી શકો છો. જેમ કે માંસ, માછલી, દૂધ, ચીઝ અને ઈંડા.
આ સિવાય તમે કેટલાક બરછટ અનાજ અને ડ્રાય ફ્રુટ્સનું પણ સેવન કરી શકો છો. તેથી, આ વસ્તુઓને તમારા આહારમાં ઉમેરો અને પછી કમરના દુઃખાવાની સમસ્યાથી બચો.
કમરના દુઃખાવાના અન્ય કારણો - કમરના દુઃખાવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે થાક અને વધારે કામ. લાંબા સમય સુધી ખોટી સ્થિતિમાં કામ કરવું, જેમ કે ચાલવું અથવા બેસવું.
આ સિવાય આ કમરનો દુઃખાવો ઘણી બીમારીઓને કારણે પણ થઈ શકે છે. જેમ કે ટીબી અને ચેતા સંબંધિત સમસ્યાઓ. તેથી, તેને હળવાશથી ન લો અને તમારા ડૉક્ટરને બતાઓ. યોગ્ય કારણો જાણ્યા બાદ તમારી સારવાર કરાવો.












Click it and Unblock the Notifications
