Hina Khan Breast Cancer : હિના ખાન પહેલા આ અભિનેત્રીઓ પણ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની ચુકી છે
Hina Khan Breast Cancer : અભિનેત્રી હિના ખાને તેના બ્રેસ્ટ કેન્સરની જાહેરાત સાથે હિંમતભેર લડવાની વાત કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની ચુકી છે અને કેન્સરને માત આપીને પાછી ફરી છે.
હિના ખાન આ ગંભીર બીમારીની સારવાર લઈ રહી છે અને તે કહે છે કે તે હવે ઠીક છે. જો કે હિના ખાન પહેલા બ્રેસ્ટ કેન્સરનો ભોગ બનનારી અભિનેત્રીઓનું લિસ્ટ લાંબુ છે.

ટીવી અભિનેત્રી છવી મિત્તલને વર્ષ 2022માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણીને સ્ટેજ 1 કેન્સર હતું અને સર્જરી પછી અભિનેત્રી સાજી થઈને પરત ફરી. આ સિવાય રાજેશ ખન્ના સાથે ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપવા માટે જાણીતી અભિનેત્રી મુમતાઝને પણ સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. હવે તે ઠીક થઈ ગઈ છે.
આ સિવાય સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી હમસા નંદિનીને પણ સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હતું. જો કે, તેણી તેની સામે લડી અને જીતી. આ લિસ્ટમાં આગળનું નામ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી શગુફ્તા અલીનું છે. તેણીએ ઘણા વર્ષો સુધી કેન્સરની લડાઈ લડી.
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી. જો કે, તેણીને શરૂઆતમાં જ તેની જાણ થઈ અને તે હવે ઠીક થઈ ગઈ છે.
કાઈટ ફિલ્મમાં રિતિક રોશન સાથે જોવા મળેલી અભિનેત્રી બાર્બરા મોરી પણ બ્રેસ્ટ કેન્સર સામે લડી ચુકી છે. આ પછી તેણે મહિલાઓને આ અંગે જાગૃત કરી હતી. લોકપ્રિય વેબ સિરીઝ ફ્રેન્ડ્સમાં જોવા મળેલી અભિનેત્રી ક્રિસ્ટીના એપલગેટ પણ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની હતી.
પરદેસ ફેમ અભિનેત્રી મહિમા ચૌધરીને પણ સ્તન કેન્સર હતું. જો કે હવે તેણે કેન્સર સામેની લડાઈ જીતી લીધી છે અને તે ઠીક છે.
આ લિસ્ટમાં સૌથી વધુ ચર્ચિત નામ મનીષા કોઈરાલાનું છે. મનીષા કોઈરાલા પણ કેન્સરનો શિકાર બની ચૂકી છે અને તેને અંડાશયનું કેન્સર હતું. તેણી 2017 માં લાંબી લડાઈ બાદ ઠીક થઈ હતી. સોનાલી બેન્દ્રેને વર્ષ 2018માં મેટાસ્ટેટિક કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણી પણ હવે સ્વસ્થ થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
