Holi 2023: હર્બલ ગુલાલથી મનાવો સેફ હોળી, અહીં જાણો કેવી રીતે બનાવશો લાલ, ગુલાબી, લીલો અને પીળો રંગ
સંવેદનશીલ, ડ્રાય કે ડલ ત્વચા ધરાવતા લોકો અને બાળકોને ઘણી વાર આવા રંગોથી રેશિસ, ખંજવાળ, પિંપલ્સ, બ્રેકડાઉન, ઈંફેક્શન અને એલર્જી પણ થઈ શકે છે. આજે અમે તમને અમુક સરળ રીત જણાવીશુ જેના દ્વારા તમે ઘરમાં જ હર્બલ ગુલાલ બનાવી

Holi 2023: હોળીના તહેવારમાં ઠેર-ઠેર રંગીન ગુલાલ વેચાઈ રહ્યા છે. આ ગુલાલને વધુ ચમકીલા અને સુગંધિત બનાવવા માટે તેમાં કેમિકલયુક્સ સૉલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે. જે તમારી સ્કીન અને આંખો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બધાની ત્વચા અલગ-અલગ પ્રકારની હોય છે. વધુ સેન્સિટીવ, ડ્રાય કે ડલ ત્વચા ધરાવતા લોકો અને બાળકોને ઘણી વાર આવા રંગોથી રેશિસ, ખંજવાળ, પિંપલ્સ, બ્રેકડાઉન, ઈંફેક્શન અને એલર્જી પણ થઈ શકે છે. આજે અમે તમને અમુક સરળ રીત જણાવીશુ જેના દ્વારા તમે ઘરમાં જ હર્બલ ગુલાલ બનાવી શકો છો.

પીળો રંગ
હોળીમાં પીળા રંગનો ખૂબ ઉપયોગ થાય છે. સુખ, શાંતિ અને ધ્યાનનો આ રંગ ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે.
સામગ્રી - હળદર પાવડર, ચણાનો લોટ અને આરારોટ.
બનાવવાની રીત - એક વાટકી ચણાના લોટમાં અડધી વાટકી આરારોટ મિક્સ કરો. 2 ચમચી હળદર લો અને તેમાં થોડુ પાણી ઉમેરો. પછી તેને ચણાનો લોટ અને આરારોટ સાથે સારી રીતે મિક્સ કરો. હવે તેને કાગળ પર ફેલાવો અને થોડીવાર સૂકવવા માટે છોડી દો. પછી જ્યારે તે સુકાઈ જાય તો તેને એક વાટકીમાં કાઢીને મૂકી દો.

લાલ રંગ
લાલ રંગ ધાર્મિક અને પરંપરાગત રીતે પ્રેમ અને શુદ્ધતાનુ પ્રતીક માનવામાં આવે છે. ઉત્સવમાં દેવીની પૂજાથી લઈને કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ હોળીના દિવસે લોકોને ચમકતા લાલ રંગથી રંગવાનો અનેરો આનંદ છે.
સામગ્રી - લાલ ચંદન, સિંદૂર, આરારોટ અને ચણાનો લોટ
બનાવવાની રીત - એક બાઉલમાં આરારોટ અને ચણાનો લોટ કાઢીને તેમાં બે ચમચી સિંદૂર નાખીને બરાબર મિક્ષ કરી લો. બીજી તરફ જો તમારી પાસે લાલ ચંદનનો પાઉડર હોય તો આરારોટ અને ચણાના લોટમાં એકથી દોઢ ચમચી પાવડર મિક્સ કરો.

લીલો
લીલો રંગ નવી શરૂઆત, પ્રકૃતિ અને વસંતની ઋતુનુ પ્રતીક છે. આ સાથે તે સમૃદ્ધિ, લણણી અને ઉપજ દર્શાવે છે. ઇસ્લામમાં તેને પવિત્ર રંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સામગ્રી - આરારોટ, ચણાનો લોટ, મેંદી પાવડર અથવા ભીની મેંદી
બનાવવાની રીત - સૌથી પહેલા એક મોટા બાઉલમાં આરારોટ અને ચણાનો લોટ અડધો-અડઝધો ભાગ લો. હવે તેમાં પૂરતી માત્રામાં મેંદી પાવડર ઉમેરો. તમે તમારા રંગની સુસંગતતા અનુસાર મેંદી પાવડરની માત્રા વધારી અથવા ઘટાડી શકો છો. જો તમારી પાસે ભીની મહેંદી હોય તો તમે તેમાંથી લીલો લિક્વિડ કલર તૈયાર કરી શકો છો.

ગુલાબી
ગુલાબી રંગ એ સારા સ્વાસ્થ્ય, પ્રવૃત્તિ અને યુવાનીનો રંગ છે. ખાસ કરીને ગુલાબી રંગ નિર્દોષતા અને રમતિયાળતાનુ પ્રતીક છે. હોળીમાં નાના બાળકોના ચહેરા પર આ રંગ ખૂબ જ પસંદ આવે છે.
સામગ્રી - બીટરૂટ, આરારોટ અને ચણાનો લોટ
બનાવવાની રીત - બીટને સારી રીતે ધોઈને તેની છાલ કાઢી નાખો. પછી તેના નાના ટુકડા કરી લો અને પછી તેને બ્લેન્ડ કરો અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. વધારે પાણી ઉમેરશો નહીં. હવે આ પેસ્ટને 4 થી 5 કલાક તડકામાં સૂકવવા માટે રાખો. ત્યાર બાદ ચણાનો લોટ અને આરારોટને એકસાથે મિક્સ કરો અને તેમાં તૈયાર કરેલો બીટરૂટ પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જો તમે ઇચ્છો, તો તમે આ પેસ્ટને ચણાના લોટ અને આરારોટ સાથે ભીની જ મિક્સ કરી શકો છો અને તેને સૂકવવા માટે રાખી શકો છો. આ પેસ્ટને પાણીમાં મિક્સ કરવાથી પાણીનો રંગ ગુલાબી થઈ જશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
