For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ યોગ દિવસ: જાણો કયા યોગના શું છે ફાયદા

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] વિશ્વ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઊજવવામાં આવશે. યોગ એક પ્રાચીન કળા છે જેમાં શરીર, મન અને આત્માને એક સાથે લાવવાનું કામ કરવામાં આવે છે. યોગને માત્ર મોટેરાઓ જ નહીં પરંતુ બાળકો પણ સરળતાથી કરી શકે છે.

આજે યોગને કોઇપણ પ્રકારના પરિચયની જરૂરીયાત નથી. આ આખા વિશ્વમાં ફેલાઇ ચૂક્યું છે અને લોકો તેને ખૂબ જ ઝડપથી પોતાના જીવનમાં અપનાવી રહ્યા છે. હજારો વર્ષોથી ભારતીયોની જીવન શૈલીનો ભાગ યોગ રહ્યું છે.

પરંતુ આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015ના અવસર પર અમે આપને કેટલાંક એવા આસનો અને મુદ્રાઓ અંગે જાણકારી આપીશું. જેને કરીને આપ હંમેશા નીરોગી અને સ્વસ્થ્ય બની રહેશો.

આવો જાણીએ કેટલાક યોગ આસન જેનાથી આપ મેદસ્વીપણુ, કમરનો દુ:ખાવો અને હજાર પ્રકારની બીમારીઓનો નાશ કરી શકો છો. એક નજર આ યોગાસનો પર..

મગજના વિકાસ માટે કરો વિક્રાસન

મગજના વિકાસ માટે કરો વિક્રાસન

આ સ્થિતીમાં આવવામાટે એક પગને ઉઠાવીને બીજા પગની જાંઘ પર મુકવો, અને હાથોને ઉપર બાજુ લઇ જઇ પ્રણામ સ્થિતીમાં આંખો બંધ કરી લેવી.

મયૂરાસન

મયૂરાસન

આ આસન કરવાથી શરીરના ઘણાં બધાં આંતરિક અવયવો પર અસર થાય છે. આ આસન કરવાથી પ્રાચનપ્રક્રિયા અને લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.

આ આસન ઇમ્યૂનિટી વધારે છે

આ આસન ઇમ્યૂનિટી વધારે છે

દિવસમાં આ આસનને તમે કોઇ પણ સમયમાં કરી શકો છો. આ આસન આંખોની રોશની વધારે છે અને થાક ઉતારી દે છે.

સૂર્યનમસ્કાર બનાવે છે સ્વસ્થ

સૂર્યનમસ્કાર બનાવે છે સ્વસ્થ

સૂર્યનમસ્કારમાં 12 આસન હોય છે, આ 12 આસન કરવાથી પૂરા શરીરનો વ્યાયામ થઇ જાય છે. આ આસનથી શરીરના રોગ દૂર થાય છે અને શરીરમાં લચીલા પણું આવે છે.

વાળ વધારવા માટેનું વજ્રઆસન

વાળ વધારવા માટેનું વજ્રઆસન

જો તમારા વાળ ના વધતા હોય કે પછી વાળ ખરતા હોય વગેરે જેવી પરેશાની હોયતો, તો તમે આ આસન કરી શકો છો. આનાથી વાળ ખૂબજ ઝડપથી વિકસે છે.

ગેસ માટે પવનમુક્તાસન

ગેસ માટે પવનમુક્તાસન

જે લોકોને ગેસની સમસ્યા થાય છે તે લોકો માટે આ આસન વરદાન રૂપ છે. આનાથી આંપને તુરંત લાભ મળે છે. રોજ આ આસન કરવાથી ગેસની તકલીફમાંથી મુક્ત થવાય છે.

તણાવ દૂર કરવા માટે બાલાસન

તણાવ દૂર કરવા માટે બાલાસન

આ આસન આપના દિમાગને અંદરથી શાંત કરવાની શક્તિ ધરાવે છે. આ સ્થિતિમાં આવવાથી શરીરને પણ ઘણો ફાયદો થાય છે, અને માનસિક શાંતિ મળે છે.

સુડોલ હિપ્સ માટે ડાંસિંગ શિવાસન

સુડોલ હિપ્સ માટે ડાંસિંગ શિવાસન

આ આસન આપના હિપ્સની ચરબીને ઓછી કરવામાં મદદ કરશે. આને કરવા માટે આપે આપના શરીરને એક પગ પર બેલેંસ કરવાનું રહેશે. આ પોઝને એક પગ પર 60 સેકેંડ માટે કરો.

સારી નિંદ્રા માટે હલાસન

સારી નિંદ્રા માટે હલાસન

આ સ્થિતિથી આપના પગની માંસપેશીઓ રિલેક્સ થાય છે. તેને રાત્રે ઊંઘતા પહેલા રોજ કરવું જોઇએ, આપને જરૂર આરામ મળશે.

પેટની તકલીફોને દૂર કરે છે મત્સ્યાસન

પેટની તકલીફોને દૂર કરે છે મત્સ્યાસન

આ આસનનો અર્થ છે માછલી જેવો આકાર, આ સ્થિતિમાં શરીરનો આકાર માછલી જેવો થઇ જાય છે. આ આસન એક વારમાં પાંચ મિનિટ સુધી કરી શકાય છે.

બેકપેઇન માટે કાઉ પોઝ

બેકપેઇન માટે કાઉ પોઝ

બેકપેઇનને દૂર કરવા માટે આનાથી સારુ આસાન કોઇ હોઇ જ ના શકે. આપના શરીરને બંને હાથોના ટેકા પર રાખીને આગળની તરફ ઝૂકાવીને ઢીંચણ પર ઘોડાની સ્થિતિમાં આવી જાવ. આ રીતે આપની સ્થિતિ એક ગાયની જેમ બની જશે. હવે આપની પીઠને ઉપર અને નીચે કરતા રહો.

મેદસ્વીપણું ઓછુ કરવા માટે કુંડાલીની

મેદસ્વીપણું ઓછુ કરવા માટે કુંડાલીની

મેદસ્વીપણાથી તો દરેકજણ પરેશાન રહે છે. આ આસનને કરવાથી આપના પેટ અને જાંઘો પર અસર પડે છે, જેનાથી ચરબીનું પ્રમાણ ઓછું થાય છે.

સૂડોલ બ્રેસ્ટ માટે કરો શીર્ષાસન

સૂડોલ બ્રેસ્ટ માટે કરો શીર્ષાસન

આ આસન કરવા માટે આપે અન્ય કોઇ વ્યક્તિના સહારાની જરૂર પડે છે. તેને કરવા માટે માથું નીચે અને પગ ઉપર હોવા જોઇએ. આનાથી આપના બ્રેસ્ટ યોગ્ય આકારમાં આવશે.

પ્રેગ્નેન્સી વેટ લોસ માટે મરીચ્યાસન

પ્રેગ્નેન્સી વેટ લોસ માટે મરીચ્યાસન

જો આપના પુડુમાં હંમેશા દુ:ખાવો રહેતો હોય, અથવા પેટ આગળની તરફ નીકળી આવ્યું હોય તો આપને આ આસન લાભ પહોંચાડશે. આ પોજીશનને 30 સેકેંડ માટે હોલ્ડ રાખ્યા બાદ જ પોતાની મુદ્રા બદલવાથી ફાયદો થશે.

માથાના દુ:ખાવા માટે પ્રસરિતા પડોત્યાસન

માથાના દુ:ખાવા માટે પ્રસરિતા પડોત્યાસન

તેને કરવા માટે શરીરના ઉપના ભાગને સંપૂર્ણ રીતે નીચે કરી દેવામાં આવે છે. આનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થઇ જાય છે, અને માથાનો દુ:ખાવો ગાયબ થઇ જાય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન થતું ઉજ્જઇ પ્રાણાયમ

ગર્ભાવસ્થા દરમ્યાન થતું ઉજ્જઇ પ્રાણાયમ

ગર્ભાવસ્થાના બીજો અને ત્રીજો મહીનો આરામ કરવા માટે હોય છે. એટલા માટે આ દરમિયાન બની શકે તેટલી ઊર્જા શરીરમાં ભરી લેવી જોઇએ. આના માટે આપે ઉજ્જઇ પ્રાણાયમ, નાડી શોધન અને ભ્રામરી પ્રાણાયમ કરવું જોઇએ.

English summary
Celebrate International Yoga Day 2015 with these 16 best yoga asanas. It is a must you practice yoga for a healthier lifestyle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X