For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Iron Deficiency Symptoms : આ છે આર્યનની ઉણપના લક્ષણો, જાણો અને સાવચેત રહો

Iron Deficiency Symptoms : આયર્ન આપણા શરીરના ઘણા કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી આ મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉણપ ક્યારેય ન થવા દો, નહીં તો તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

Iron Deficiency Symptoms : આયર્ન શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વો છે. શરીરમાં આર્યન ઘણી પ્રક્રિયામાં જરૂરી ભૂમિકા ભજવી છે. આયર્ન લાલ રક્ત કોશિકાઓ (રેડ બ્લડ સેલ્સ)નું મહત્વનો હિસ્સો છે. આયર્નની મદદથી આખા શરીરમાં ઓક્સિજનનું વહન થાય છે.

આયર્ન સ્નાયુઓના સંકોચનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાં હૃદયના ધબકારાનો સમાવેશ થાય છે. આવા સમયે તમારે શરીરમાં આયર્નની ઉણપના લક્ષણો જાણી લેવા જોઇએ.

આયર્નની ઉણપના લક્ષણો

પગમાં ખાલી ચડવી

પગમાં ખાલી ચડવી

કેટલીકવાર જ્યારે તમે વધુ પડતા થાકી જાઓ છો અથવા તમારું શરીર તૂટવા લાગે છે, ત્યારે આરામની ઊંઘની સૌથી વધુ જરૂર હોય છે,પરંતુ જે લોકોમાં આયર્નની ઉણપ હોય તેઓને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમનો અનુભવ થઈ શકે છે.

આ સ્થિતિમાં એવું લાગે છે કે, તમારા પગમાંકીડીઓ ચડી રહી છે અથવા કોઈ પિન તમને ચૂંટી રહી છે. આ ઘણી વાર રાત્રે થાય છે, જેનાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે.

જીભ પર સોજો આવવો

જીભ પર સોજો આવવો

જો કોઈ વ્યક્તિમાં આયર્નની ઉણપ હોય, તો તેની જીભમાં સોજો આવવા લાગે છે. તેને ગ્લોસિટિસ કહેવામાં આવે છે. સોજા ઉપરાંત, જીભનોરંગ પણ બદલાય છે, આવા લક્ષણોને બિલકુલ અવગણવા જોઈએ નહીં.

કારણ કે, આવી સ્થિતિમાં તમને ખોરાક ચાવવામાં અને ગળવામાંમુશ્કેલી થઈ શકે છે. અન્ય મૌખિક ચિહ્નોમાં ફાટેલા હોઠ, મોંના ખૂણામાં તિરાડો અને મોંમાં ચાંદા પડવા જેવી સમસ્યાનો પણ સમાવેશ થઈશકે છે.

બરફ ખાવાનું મન થશે

બરફ ખાવાનું મન થશે

જ્યારે તમને ખાવા-પીવા સિવાય બીજું કંઈપણ ખાવાનું મન થાય, ત્યારે આ સ્થિતિને પિકા કહેવામાં આવે છે. આયર્નની ઉણપ ધરાવતાલોકોને બરફ ખાવાનું મન થઈ શકે છે. જો તમે આયર્નથી ભરપૂર ખોરાક ખાશો, તો આ સમસ્યા સરળતાથી દૂર થઈ જશે.

English summary
Iron Deficiency Symptoms : These are the symptoms of Aryan deficiency, know and be careful
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X