For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેફસાને આ રીતે રાખો હેલ્ધી, આ ફળ ખાવાથી દૂર થશે શ્વાસની તકલીફ

વર્તમાન સમયમાં ખરાબ જીવન શૈલી અને પ્રદુષણને કારણે લોકોના આરોગ્ય પર માઠી અસર થઈ રહી છે. પ્રદુષણને કારણે લોકોના ફેફસાને નુકસાન થાય છે. પ્રદુષણના કારણે શ્વસન તંત્રને લગતી બિમારીઓમાં વધારો થઇ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં ખરાબ જીવન શૈલી અને પ્રદુષણને કારણે લોકોના આરોગ્ય પર માઠી અસર થઈ રહી છે. પ્રદુષણને કારણે લોકોના ફેફસાને નુકસાન થાય છે. પ્રદુષણના કારણે શ્વસન તંત્રને લગતી બિમારીઓમાં વધારો થઇ રહ્યો છે, જેમાં અસ્થમા, બ્રોંકઇટિસ, સિસ્ટિક અને ન્યુમોનિયા થવાનું જોખમ વધી જાય છે. આવા સમયે ફેફસાની કસરત કરવી જોઇએ. આ સાથે ખાવા-પીવામાં પણ ધ્યાન આપવું જોઇએ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, ફેફસાને તંદુરસ્ત રાખવા માટે કયા ફળોનું સેવન કરવું જોઇએ.

ફેફસાને સ્વસ્થ રાખવા માટે આ ફળોનું સેવન કરો

ફેફસાંને સાફ રાખે છે દાડમ

ફેફસાંને સાફ રાખે છે દાડમ

ફેફસાંને સ્વસ્થ રાખવા માટે દાડમનું સેવન કરો. તમારા શરીરમાં લોહીની ઉણપને દાડમના સેવનથી દૂર કરી શકાય છે. કારણ કે, દાડમફેફસાંને યોગ્ય રીતે ફિલ્ટર કરે છે. તેથી જો તમે ફેફસાંને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો દાડમ ખાઓ.

ફેફસાંને સ્વસ્થ રાખે છે સફરજન

ફેફસાંને સ્વસ્થ રાખે છે સફરજન

સફરજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બીજી તરફ રોજ એક સફરજન ખાવાથી શરીરની અનેક બીમારીઓ દૂર રહેછે. આ સાથે સફરજન ફેફસાં માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

જો તમે ફેફસાંને સ્વસ્થ રાખવા માંગો છો, તો સફરજન ચોક્કસ ખાઓ. ઉલ્લેખનીય છે કે, સફરજનમાં વિટામીન C અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે ફેફસાં માટે ફાયદાકારક છે.

નારંગી

નારંગી

નારંગીમાં વિટામિન સી અને વિટામિન બી6 ભરપૂર માત્રામાં હોય છે. જે ફેફસાંમાં ઓક્સિજન ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે.

નારંગીમાંફેફસાં માટે અનુકૂળ એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત છે, જે તમારા ફેફસાંને બળતરા અને ચેપ સામે લડવામાંમદદ કરે છે. એટલા માટે દરરોજ એક નારંગી ખાવાથી એલર્જી, અસ્થમા જેવી બીમારીઓમાં રાહત મળે છે.

English summary
Keep the lungs healthy in this way, eating this fruit will cure shortness of breath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X