For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમર અને ગરદનના દુઃખાવામાંથી મુક્તિ મેળવવા આ મેટ્રેસનો કરો ઉપયોગ

સારી ઉંઘ માટે સારી મેટ્રેસ બહુ મોટી ભૂમિકા નિભાવે છે. જાણો કમર અને ગરદનના દુઃખાવા માટે કેવી મેટ્રેસ સારી હોય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સ્વસ્થ શરીર માટે સ્વસ્થ ઉંઘ થવી પણ જરુરી છે. સારી ઉંઘ માત્ર તમારા મૂડને જ નથી સારો રાખતી પરંતુ તે આપણને ઘણા પ્રકારની બિમારીઓથી પણ બચાવે છે. સારી ઉંઘ માટે સારી મેટ્રેસ બહુ મોટી ભૂમિકા નિભાવે છે. એક સારી ક્વૉલિટીનુ મેટ્રેલ તમને આરામદાયક ઉંઘ પણ આપે છે અને એ તમને કમર અને ગરદનની પીડાથી પણ બચાવે છે. માર્કેટમાં આજે આરામના નામે તમને અઢળક મેટ્રેસ મળી જશે પરંતુ દરેક મેટ્રેસ તમારા માટે સારી હોય એ જરુરી નથી. આપણે જે મેટ્રેલ પર સૂઈએ તેના પર ધ્યાન આપવુ આરોગ્ય માટે ખૂબ જરુરી છે. જો તમારુ મેટ્રેસ તમારી જરુરિયાત મુજબ ન હોય તો તમને થોડા સમયમાં કમરનો દુઃખાવો આપી શકે છે. આવો, જાણીએ કે મેટ્રેસને ખરીદતી વખતે કઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ જેથી ખોટી મેટ્રેસ પર સૂવાથી તમને ગંભીર બિમારીઓનો સામનો ના કરવો પડે.

કેટલા પ્રકારની હોય છે મેટ્રેસ

કેટલા પ્રકારની હોય છે મેટ્રેસ

ફોમઃ આ મેટ્રેસ સંપૂર્ણપણે ફોમથી બનેલી હોય છે. સૂવામાં સૉફ્ટ અને કમ્ફર્ટેબલ હોય છે. જે લોકો પડખુ ફરીને સૂવાનુ પસંદ કરે છે તેમના માટે આ સારો વિકલ્પ છે.

ઈનરસ્પ્રિંગઃ આ કૉઈલ સપોર્ટ સિસ્ટમથી બનેલુ હોય છે માટે તે કમ્ફર્ટેબલ હોય છે. જે લોકોને સ્પાઈનની સમસ્યા હોય તેમણે આના પર ન સૂવુ જોઈએ.

એરબેડઃ આમાં એર ચેમ્બર હોય છે જે એરપંપની મદદથી ફૂલે છે. આનો ઉપયોગ આઉટડોર એક્ટિવિટીઝ અને ટ્રાવેલિંગ દરમિયાન કરવામાં આવે છે. જે લોકોને કમરમાં દુઃખાવો હોય તેમને આના પર સૂવાથી આરામ મળે છે.

હાઈબ્રિડઃ આમાં ફોમ અને કૉઈલ સ્પ્રિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જે કોઈ પણ પૉઝિશનમાં સૂવા માટે સારુ માનવામાં આવે છે.

લેટેક્સઃ આમાં બધા લેયર રબરના હોય છે. તે સૂવામાં ખૂબ જ આરામદાયક હોય છે. તે બીજી મેટ્રિક્સની સરખામણીમાં મોંઘી હોય છે.

કયા પ્રકારની મેટ્રેસનો કરશો ઉપયોગ

કયા પ્રકારની મેટ્રેસનો કરશો ઉપયોગ

  • નૉર્મલથી મીડિયમ મેટ્રેસ સૂવા માટે સારી માનવામાં આવે છે.
  • તે પીઠ અને ગરદન બંનેને સારો સપોર્ટ આપે છે.
  • સૉફ્ટ મેટ્રેસથી લઈને સ્પાઈનમાં લચક આવે છે.
  • જેનાથી પીડા સાથે શરીરમાં અકડાઈ જવાની સમસ્યા થાય છે.
  • જો કમરમાં દુઃખાવો હયો તો સૂવામાં આરામ આપે છે.
  • તે પીઠ અને ગરદનને સપૉર્ટ આપે છે.
મેટ્રેસ ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

મેટ્રેસ ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

  • મેટ્રેસને ફિઝિકલી ચેક કરો એટલે કે તેના પર સૂઈને જુઓ.
  • મેટ્રેસ ખરીદતા પહેલા ફેબ્રિક જરુર ચેક કરો. બ્રિધેબલ ફેબ્રિકથી બનેલી મેટ્રેસને જ ખરીદો. તે ગરમ કે ભેજવાળા એરિયા માટે સારી છે.
  • મેટ્રેસનો બેઝ અને હાઈટ જરુર ચેક કરો.
આવી મેટ્રેસ ના ખરીદવી

આવી મેટ્રેસ ના ખરીદવી

એક્સપર્ટ જણાવે છે કે જે મેટ્રેસમાં આંગળી જો એક ઈંચ કે અડધા ઈંચથી વધુ ઘૂસી જાય તો તે આરોગ્ય માટે સારી નથી. કમ્ફર્ટના કારણે લોકોને વધુ ગાદીવાળી મેટ્રેસ ગમે છે. તે ખૂબ જ વધુ ખતરનાક હોય છે. ઓછા સમય માટે આવા બેડ તો સારી ઉંઘ આપે છે પરંતુ લાંબા સમય માટે આવા બેડ શરીરને નુકશાન કરે છે.

ઑર્થો મેટ્રેસ છે કમરના દુઃખાવા માટે

ઑર્થો મેટ્રેસ છે કમરના દુઃખાવા માટે

ઑર્થો મેટ્રેસમાં મુશ્કેલીથી આંગળી એક કે અડધો ઈંચ જઈ શકે છે. આજના સમયમાં એવા લોકો જેમને શરીરમાં દુઃખાવો હોય કે પછી ઑર્થોની બિમારીથી ગ્રસિત લોકોને એક્સપર્ટ આ ગાદલાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આના પર સૂતી વખતે પેટના બળે ના સૂવુ જોઈએ. આવી આદતથી માથામાં દુઃખાવાની સમસ્યા રહે છે. આ રીતે સૂવાથી હંમેશા ગરદન વળેલી રહે છે.

English summary
Mattress can cause back and neck pain or not, know which type of matterss is good for you
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X