For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Men's Health : પુરૂષો માટે અમૃત સમાન છે આ 5 વસ્તુ, ઘણી બિમારીઓનો રામબાણ ઇલાજ

Men's Health : આપણે માની કે ન માની પણ આપણે પુરૂષપ્રધાન સમાજમાં જીવી રહ્યા છે. આવા સમયે પુરૂષો પર જવાબદારીનું પ્રમાણ ઘણુ વધારે હોય છે. જે કારણે તે હંમેશા દોડધામમાં રહે છે.

|
Google Oneindia Gujarati News

Men's Health : આપણે માની કે ન માની પણ આપણે પુરૂષપ્રધાન સમાજમાં જીવી રહ્યા છે. આવા સમયે પુરૂષો પર જવાબદારીનું પ્રમાણ ઘણુ વધારે હોય છે. જે કારણે તે હંમેશા દોડધામમાં રહે છે. ઓફિસ અને પરિવારની જવાબદારી વચ્ચે પુરૂષો પોતાના આરોગ્યનું ધ્યાન રાખવામાં ઘણી બાંધછોડ કરતા હોય છે.

આવામાં તેમને યોગ્ય ખોરાક ન લેવાના કારણે કમજોર થવા લાગે છે, જે ઘણી બિમારીઓનું કારણ પણ બને છે. તો આજે આપણે એવો ખોરાક વિશે વાત કરીશું, જે ખોરાક તેમને પોષકતત્વો આપે છે અને ભાગદોડ કરવાની શક્તિ પણ આપ છે.

સુકા મેવા

સુકા મેવા

સુકા મેવા એટલે ડ્રાય ફ્રુટમાં પ્રોટીન, ફાઇબર સહિતની હેલ્ધી ફેટ હોય છે, જે શરીરને મજબૂત બનાવવા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. જો તમે તમારા રોજિંદા આહારમાં બદામ, અખરોટ, પિસ્તા અને કાજુ જેવી વસ્તુઓનો સમાવેશ કરો છો તો તમને તેના ઘણા ફાયદા મળે છે. જેનાથી પુરૂષોનો સ્ટેમિના વધે છે.

ઇંડા

ઇંડા

ઇંડાને પ્રોટીનનું પાવરહાઉસ કહીએ તો પણ કોઇ અતિશયોક્તિ નથી. એમાં કોઈ શંકા નથી કે, ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી મોટાભાગના ડાયટિશિયન દ્વારા સવારે નાસ્તામાં ખાવાની ભલામણ કરવામાં આવે છે.

આ સુપરફૂડમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી, વિટામિન ડી અને લ્યુટીન મળી આવે છે, જે પુરુષોના શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સાથે ઇંડા ખાવાથી શરરીમાં સ્ટેમિના જળવાઇ રહે છે અને મશલ્સ પણ મજબુત બને છે.

ફળો અને લીલા શાકભાજી

ફળો અને લીલા શાકભાજી

ફળો અને લીલા શાકભાજીને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોની શ્રેણીમાં સૌથી ઉપર રાખવામાં આવ્યા છે. કારણ કે, વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં મળે છે.

આ સાથે આમાં કેલરી પણ પૂરતી માત્રામાં હોય છે. લીલા શાકભાજી અને ફળો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ પણ ઘટાડે છે, જેનાથી મેદસ્વિતા આવવાનું જોખમ ઘટે છે.

દૂધ ઉત્પાદન

દૂધ ઉત્પાદન

દૂધમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે, તેથી જ તેને સંપૂર્ણ ખોરાકનો દરજ્જો આપવામાં આવે છે. દૂધમાં ઝિંક અને વિટામીન સી સિવાયના તમામ પોષક તત્વો મળી આવે છે. દૂધ અને તેની બનાવટો પુરુષના શરીરને મજબૂત બનાવે છે. આ સાથે દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે, જે પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

ફેટી ફિશ

ફેટી ફિશ

આજકાલ ઘણા પુરુષોને હૃદય સંબંધિત બીમારીઓ થઇ રહી છે, તેનાથી બચવા માટે તમારે તમારા નિયમિત આહારમાં ચરબીયુક્તમાછલીનો સમાવેશ કરવો જોઈએ. માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, આ પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

English summary
Men's Health : Eating of These 5 things are like nectar for men
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X