
પુરુષોનો સ્ટેમિના વધારે છે આ 4 વસ્તુઓ, જાણો ઉપયોગની રીત
પરિણીત પુરુષોને ઘણીવાર શારીરિક નબળાઈઓનો સામનો કરવો પડે છે. આનું કારણ ભાગદોડભર્યું જીવન અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી હોઈ શકે છે. તમે અમુક ખોરાક ખાઈને તમારો સ્ટેમિના વધારી શકો છો, જેથી તમારું બાકીનું જીવન સુખી રહે.

પુરુષોએ આ ખોરાક ખાવો જોઈએ
હેલ્થ એક્સપર્ટના મતે એવા ઘણા ફૂડ્સ છે, જે પુરુષોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ વસ્તુઓમાં ટેસ્ટોસ્ટેરોનનામનું હોર્મોન જોવા મળે છે, જે લગ્ન પછીની સમસ્યાઓને દૂર કરી શકે છે.

અશ્વગંધા
અશ્વગંધા એ વર્ષો જૂની દવા છે. તેના સેવનથી ખાસ કરીને શુક્ર ધતુનું પ્રમાણ વધે છે. અશ્વગંધા ટેસ્ટોસ્ટેરોન વધારવાનું કામ કરે છે. સારાપરિણામ માટે અડધી ચમચી અશ્વગંધાનું ચૂર્ણ સવાર-સાંજ દૂધ સાથે લેવું જોઇએ.

ખારેક
ખારેકને દૂધમાં ઉકાળીને રાત્રે ખાવાથી યૌન ઈચ્છા અને યૌન શક્તિ વધે છે. તમે દરરોજ 100 ગ્રામ સૂકી ખારેકનું સેવન કરી શકો છો. આસિવાય તમે ખજૂરનું સેવન પણ કરી શકો છો.

આમળા
આમળાના સેવનથી આંખો અને વાળને ફાયદો થાય છે. જો તમે વિવાહિત જીવનને સુધારવા માંગો છો, તો તેને અવશ્ય ખાઓ. આમળાનાપાવડરમાં એક ચમચી મધ ભેળવીને દિવસમાં બે વાર ખાઓ.
કમળાના રોગમાં એક ચમચી આમળાના પાવડરમાં બે ચમચી મધ ભેળવી દિવસમાં બે વાર સેવન કરવાથી લાભ થાય છે.
જે લોકોની આંખો નબળી હોય તેવા લોકો એક ચમચી આમળાના ચૂર્ણમાં બે ચમચી મધ અને ઘી ભેળવી દિવસમાં બે વાર સેવન કરવાથી લાભ થાય છે અને ઈન્દ્રિયને શક્તિ પ્રદાન થાય છે.
ગઠિયાના રોગના જાતકોએ 20 ગ્રામ આમળાના ચૂર્ણ તથા 25 ગ્રામ ગોળને લઈ 500 મિલી લીટર જળમાં પકાવવું. જ્યારે પાણી બળીને અડધુ થઈ જાય ત્યારે તેને ગાળી ઠંડુ કરી લેવું. આ કાઢો દિવસમાં બે વખત સેવન કરવો. જ્યાં સુધી તેનું સેવન કરો ત્યાં સુધી મીઠાનું સેવન બંધ કરી દેવું અથવા ઓછું કરી દેવું.

ડુંગળી અને લસણ
ડુંગળી અને લસણનું સેવન પુરુષોનો સ્ટેમિના વધારવામાં અસરકારક માનવામાં આવે છે. લસણની બે-ત્રણ કળી દરરોજ ખાવાથી ફાયદોથાય છે. આ સિવાય સફેદ ડુંગળીનું સેવન કરવું પણ હિતાવહ માનવામાં આવે છે.