Mens Health : પુરુષો માટે વરદાન છે લવિંગ, આ રીતે કરો સેવન
Mens Health : ભારતીય રસોડામાં ઘણા મસાલાનો ઉપયોગ થાય છે, જેનાથી અઢળક આરોગ્ય લાભો મળે છે. લવિંગ પણ ભારતીયમાં રસોડામાં ઉપયોગ થતો એક મસાલો છે, જેનો ઉપયોગ સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ શું તમે જાણો છો કે, લવિંગનો ખાસ ઉપયોગ કરવાથી પુરુષોને 2 મોટા ફાયદા થાય છે.
પુરૂષ આરોગ્ય સુધારવા માટે, તમારે લવિંગ તેલનો ઉપયોગ કરવો પડશે. આ માટે તમે રૂમમાં લવિંગનું તેલ સ્પ્રે કરો. લવિંગનું તેલ તમારા મનને શાંત કરે છે, અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

શુક્રાણુઓની સંખ્યા વધારે છે લવિંગ - લવિંગમાં ઘણા વિટામિન્સ, ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન મળી આવે છે.
જે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદ કરે છે, તે શુક્રાણુઓની ગતિશીલતામાં પણ સુધારો કરે છે. આ લાભ મેળવવા માટે પુરુષો લવિંગના તેલની એરોમાથેરાપી પણ લઈ શકે છે.
લવિંગના સેવનથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે - જો પુરુષોને ઓછા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની સમસ્યા હોય, તો તેઓ લવિંગનો ઉપયોગ કરી શકે છે. લવિંગ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવામાં મદદ કરે છે, જે પુરુષોની જાતીય ઇચ્છાને પણ સુધારે છે.
શિધ્ર પતનમાં મળશે લાભ - લવિંગ અને તેનું તેલ લોહીના પ્રવાહ પર હકારાત્મક અસર કરે છે. તે શરીરનું તાપમાન અને રક્ત પ્રવાહ સુધારે છે. જેના કારણે ચિંતા, તણાવ સમાપ્ત થાય છે, અને એનર્જી વધે છે. આ સ્થિતિનો ઉપયોગ પુરુષોમાં શિધ્ર પતનની સારવાર માટે થાય છે.
ધૂમ્રપાન છોડવામાં મળશે મદદ - લવિંગનું તેલ મનને શાંત કરવામાં મદદ કરે છે. જે કોઈપણ વ્યસન છોડવાનું સરળ બનાવે છે. જો તમે ધૂમ્રપાનની લત છોડવા માંગતા હોવ, તો લવિંગનો ઉપયોગ અવશ્ય કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
