For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mens Health Tips : પુરૂષો માટે વરદાન સમાન છે આ પાંચ વસ્તુ, ખાવાથી વધશે સ્ટેમિના અને પુરૂષત્વ

Mens Health Tips : વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલી, ખાવાપીવામાં અનિયમિતતા અને ખોટા વ્યસનને કારણે પુરૂષોમાં ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે. આવા સમયે પુરૂષોને બાપ બનવામાં ઘણી સમસ્યા આવે છે.

|
Google Oneindia Gujarati News

Mens Health Tips : વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલી, ખાવાપીવામાં અનિયમિતતા અને ખોટા વ્યસનને કારણે પુરૂષોમાં ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે. આવા સમયે પુરૂષોને બાપ બનવામાં ઘણી સમસ્યા આવે છે. આવા સમયે તમારે ખાવાપીવા અને જીવનશૈલીમાં થોડા બદલાવ કરવાથી આવી સમસ્યામાંથી રાહત મળે છે. જો તમે તમારી ફર્ટિલિટી વધારવા માંગતા હોય તો તમારે તમારા ડાયટમાં આ પાંચ વસ્તુઓ શામેલ કરવી જોઇએ.

1. સુકા મેવા

1. સુકા મેવા

સુકા મેવા સારા સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિવાય તે પુરુષોમાં પ્રજનન ક્ષમતા પણ વધારે છે. પુરુષોએ અખરોટ, બદામ અને કિસમિસનું સેવન અન્ય ડ્રાય ફ્રૂટ્સ કરતાં વધુ કરવું જોઈએ. જે તેમનામાં સ્ટેમિના સાથે સાથે પુરૂષત્વ વધારે છે.

2. દાડમ

2. દાડમ

દાડમ અને દાડમનો રસ આપણને અનેક ફાયદાઓ આપે છે. દાડમના સેવનને કારણે આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને શરીરની નબળાઈ દૂર થાય છે.

આના નિયમિત સેવનથી પુરુષોની પ્રજનન ક્ષમતા પણ વધે છે. દાડમમાં ફાઈબર, ઝિંક, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી સહિતના ઘણા પોષક તત્વો મળી આવે છે. જેનાથી પુરૂષોમાં વિર્યની ગુણવત્તા વધે છે.

3. કોળાના બીજ

3. કોળાના બીજ

કોળાના બીજનું સેવન કરવાથી પુરૂષોમાં પ્રજનન ક્ષમતા તેમજ સ્ટેમિના વધે છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે.

કોળાના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. કોળાના બીજ ખાવાથી દિવસભર માટે એનર્જી મળી રહે છે.

4. ઇંડા

4. ઇંડા

ઇંડા પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ સિવાય તેમાં ઝિંક, વિટામિન ડી અને વિટામિન એ વગેરે મળી આવે છે. ઇંડા પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારવાનું પણ કામ કરે છે. આ ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે.

5. લસણ

5. લસણ

લસણ સેલેનિયમ, વિટામિન સી અને વિટામિન બી6 નો સારો સ્ત્રોત છે, જે પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારવાનું કામ કરે છે. આ સિવાય તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

English summary
Mens Health Tips : eating These five things will increase stamina and masculinity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X