Mental health : આ કારણે ગુસ્સાવાળો બની જાય છે વ્યક્તિ, આ રીતે કરો મેનેજ
Mental health: ગુસ્સો એક ભાવ છે, જે ઉદ્દભવવો સામાન્ય વાત છે. જેનો અનુભવ દરેક વ્યક્તિને સમય સમય પર થતો રહે છે. જોકે, કોઇ વ્યક્તિ ગુસ્સાને કંટ્રોલ કરવામાં અસફળ અનુભવ કરે છે, તો તેનાથી સંબંધ અને કામ પર અડચણો ઉભી કરી શકે છે.
શોર્ટ ટેમ્પર તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી. આવી સ્થિતિમાં આજે આપણે આ અહેવાલમાં જાણીશું કે, કોઇ વ્યક્તિ કેમ અને કેવી રીતે ગુસ્સે થાય છે? આને નિયંત્રિત કરી શકાય છે, એ વિશે પણ આજે આપણે જાણીશું.
દરેક વસ્તુ પર ગુસ્સે થવાનું કારણ
પહેલું કારણ એ છે કે, જે લોકોનું બાળપણ દર્દ, હતાશા અને ચિંતામાં પસાર થાય છે, તેઓ મોટા થઈને ગુસ્સાવાળા થઈ જાય છે. બાળપણની પીડા ક્રોધમાં ફેરવાઈ જાય છે, જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, તેમ તેમ ગુસ્સામાં વધારો થતો જાય છે.
આવા સમયે, જો કોઈ વ્યક્તિ થોડા સમય પહેલા કોઈ આઘાતમાંથી પસાર થઈ હોય, તો તેનો સ્વભાવ ગુસ્સે થઈ શકે છે. એ ઘટનાની ખરાબ યાદો ગુસ્સાના રૂપમાં બહાર આવે છે.

આ સિવાય જો બાળક નાનપણમાં પોતાના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત ન કરી શકતું હોય, તો તે મોટા થઈને આક્રમક બની શકે છે. કારણ કે તે પોતાની સમસ્યાઓ વ્યક્ત કરવામાં અસ્વસ્થતા અનુભવે છે.
ઘણી વખત આપણે જીવનમાં ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ. જેમાં આપણે ખૂબ જ અસહાય અનુભવીએ છીએ, જેના કારણે આપણને ગુસ્સો આવે છે. ગુસ્સાનું કારણ હોર્મોનલ ચેન્જ પણ હોઈ શકે છે.
જો તમે યોગ્ય સમયે તમારા ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો તે જાણતા નથી, તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ માટે તમારે યોગ, ધ્યાન અને કસરત કરવી જોઈએ.












Click it and Unblock the Notifications
