Mental Health Tips : સારા માનસિક સ્વાસ્થ્ય માટે બદલો જીવનશૈલી, આજથી જ અપનાવો આ આદતો
મગજ આપણા શરીરનું મહત્વનું અંગ છે. આપણા તમામ નિર્ણયો મગજ વડે જ લઈએ છીએ. શરીરના તમામ અંગોને મગજમાંથી જ સિગ્નલ મળે છે. આવી સ્થિતિમાં મનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે તમારી દિનચર્યામાં થોડો સુધારો કરવો પડશે.
Mental Health Tips : સ્વસ્થ જીવનની કામના દુનિયાનો દરેક વ્યક્તિ કરે છે. વર્તમાન સમયની ભાગદોડ ભરેલી જીંદગી પ્રતિ લોકો ઘણા બેદરકાર બની રહ્યા છે. આવામાં શરીરના આરોગ્ય સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. ઘર-ઓફિસમાં ભાગદોડમાં મગજ શાંત રહી શકતું નથી. જે કારણે તેમણે ચીડિયાપણું, મુડ સ્વિંગ અને અનિદ્રા જેવી સમસ્યાથી પીડાઇ રહી છે.
દિનચર્યામાં થોડો સુધારો કરવો પડશે
મગજ આપણા શરીરનું મહત્વનું અંગ છે. આપણા તમામ નિર્ણયો મગજ વડે જ લઈએ છીએ. શરીરના તમામ અંગોને મગજમાંથી જ સિગ્નલ મળે છે. આવી સ્થિતિમાં મનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે તમારી દિનચર્યામાં થોડો સુધારો કરવો પડશે. જેથી તમારું મન સ્વસ્થ રહી શકે.
મનને ફિટ અને સ્વસ્થ રાખવા માટેની ટિપ્સ

પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ
સૌ પ્રથમ, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે, તમારે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. તમારી ઊંઘ જેટલી સારી હશે, એટલો જ તમારા મનને વધુ આરામ મળશે. જ્યારે આપણી ઊંઘ પૂરી નથી થતી, ત્યારે સવારે ઉઠતાની સાથે જ આખો દિવસ થાક લાગે છે.
ઊંઘ ન આવવાથી વિચારવાની અને સમજવાની શક્તિ પણ ઓછી થવા લાગે છે. તેની સાથે મૂડ સ્વિંગની સમસ્યા પણ રહે છે. માનસિક સ્વાસ્થ્ય માટે, તમારે દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેનાથી મન ફિટ અને સ્વસ્થ રહેશે.

સવારે વહેલા ઉઠો અને કસરત કરો
આ સાથે એવી આદત બનાવો કે, તમે સવારે વહેલા ઉઠો અને કસરત કરો. મગજના સ્વાસ્થ્ય માટે કસરત કરવી ખૂબ જ સારી છે. વ્યાયામ મગજને સક્રિય રાખે છે અને ઝડપથી કામ કરે છે.
જ્યારે તમે એક કે અડધો કલાક કસરત કરો છો, ત્યારે તે તમારી યાદશક્તિને પણ વધારે છે. એટલા માટે તમારે કોઈપણ કામના તણાવ અને ટેન્શન વિના દરરોજ કસરત કરવી જોઈએ. સ્વસ્થ મગજ માટે આ ખાસ જરૂરી છે.

ધીમા સંગીત સાથે અડધો કલાક ધ્યાન કરો
તમે ઇચ્છો તો ધ્યાન પણ કરી શકો છો. તમે ડૉકટર્સ પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે કે, કસરત કરવાથી શરીર અને મન બંને ફિટ રહે છે, પરંતુ તમે એક વિકલ્પ તરીકે તમારી દિનચર્યામાં ધ્યાનનો પણ સમાવેશ કરી શકો છો. આ માટે શાંત જગ્યાએ બેસીને ધીમા સંગીત સાથે ઓછામાં ઓછા અડધો કલાક ધ્યાન કરો. તેનાથી તમે ખૂબ હળવાશ અનુભવશો.

પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ
મગજના સારા સ્વાસ્થ્ય માટે તમારે માત્ર પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. ફાસ્ટ ફૂડ અથવા બહારનું ફૂડ ખાવાથી તમારા મગજ પર ખરાબ અસર પડે છે, જેના કારણે મગજની કામ કરવાની ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. તેથી જ તમે સારા આહારનું પાલન કરો. તેમજ આખા દિવસમાં વધુને વધુ પાણી પીવો.












Click it and Unblock the Notifications
