Mental Health : કેમ આવે છે આત્મહત્યાનો વિચાર? આ લક્ષણોને ન અવગણો

આત્મહત્યાના દરેક કેસ પાછળ કોઈ ને કોઈ રહસ્ય છૂપાયેલું હોય છે, પરંતુ દરેક આત્મહત્યા પાછળ એક કારણ બહુ સામાન્ય હોય છે. તે છે મનમાં દટાયેલી ઊંડી નિરાશા. આત્મહત્યા એ કોઈ માનસિક બીમારી નથી.

Mental Health : ટીવી અભિનેત્રી તનિષા શર્માએ આત્મહત્યાના સમાચારને કારણે ફરીથી માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. તનિષાએ પોતાના જ શો અલિબાબાના સેટ પર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. હસતી-રમતી અને જિંદાદિલ અભિનેત્રીની અચાનક મોતને કારણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

આ સમાચાર સામે આવ્યા બાદ મનોરંજન જગતમાં શોકની લહેર છે. આ સાથે જ આ અંગે અનેક ખુલાસા અને દાવા પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તનિષાના મૃત્યુથી માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યાનો ગંભીર અને સંવેદનશીલ મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે.

કેટલાકસમયથી ડિપ્રેશન કે તૂટેલા સંબંધોના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

આજકાલ આત્મહત્યાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોમાં આવા વિચારો કેમ આવે છે, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણછે.

આ ઉપરાંત જો અમુક લક્ષણો સમયસર ઓળખવામાં આવે, તો આવી વ્યક્તિને સમયસર આ પગલું ભરતા અટકાવી શકાય છે.

કેમ આવે છે આત્મહત્યાના વિચારો?

કેમ આવે છે આત્મહત્યાના વિચારો?

આત્મહત્યાના દરેક કેસ પાછળ કોઈ ને કોઈ રહસ્ય છૂપાયેલું હોય છે, પરંતુ દરેક આત્મહત્યા પાછળ એક કારણ બહુ સામાન્ય હોય છે. તેછે મનમાં દટાયેલી ઊંડી નિરાશા.

આત્મહત્યા એ કોઈ માનસિક બીમારી નથી. તેની પાછળ ઘણા કારણો હોય શકે છે, જેમાં ડિપ્રેશન,બાયપોલર ડિસઓર્ડર, વ્યક્તિત્વ વિકાર, કોઈ ઘટનાની ઊંડી અસર અને તણાવ વગેરેનો સમાવેશ થાય છે.

ઘણીવાર લોકો જીવનમાં અમુક સંજોગોને કારણે હિંમત હારી જાય છે. તેમને લાગે છે કે, તેઓ તે સમસ્યાઓનો સામનો કરી શકશે નહીં.

આવી સ્થિતિમાં તેઓ ગભરાઈને આત્મહત્યાને એકમાત્ર ઉપાય માની લે છે. પણ આત્મહત્યાએ કોઇ વાતનો ઉકેલ નથી.

ઘણી વખત પ્રિયજનો દ્વારા થતી માનસિક ઈજા લોકોને અંદરથી તોડી નાખે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં આત્મહત્યાનો વિચાર આવવા લાગે છે.

આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં

આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં

ઘણીવાર જે લોકો સંજોગો સામે હાર માની લે છે. તેઓ આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે, પરંતુ તે અચાનક આવું નથી કરતા. ડિપ્રેશન અથવા આત્મહત્યાના વિચારો સાથે સંઘર્ષ કરતા લોકોમાં આવા ઘણા લક્ષણો દેખાવા લાગે છે, જે સમયસર ઓળખાય તો તે વ્યક્તિને બચાવી શકે છે.

જો તમને તમારી આસપાસના કોઈ વ્યક્તિમાં આ લક્ષણો દેખાય છે, તો તેને બિલકુલ અવગણશો નહીં.

કોઈ વ્યક્તિમાં આ લક્ષણો દેખાય તો ધ્યાન રાખો

કોઈ વ્યક્તિમાં આ લક્ષણો દેખાય તો ધ્યાન રાખો

  • આવા લોકો વાત કરતી વખતે અચાનક ખોવાઈ જાય છે અથવા અચાનક ચૂપ થઈ જાય છે
  • આ લોકોના વર્તનમાં અચાનક બદલાવ આવે છે, જેમ કે દરેક મુદ્દા પર ગુસ્સો આવવો, મૂડ સ્વિંગ થવો, ઉદાસ અને હતાશ રહેવું વગેરેજે લોકો આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે, તેઓ વારંવાર તેમના નજીકના અને પ્રિયજનોને મળવા માંગે છે. આવી સ્થિતિમાં તે તેનેવારંવાર મળવાનું દબાણ કરે છે
  • ઘણીવાર પ્રિયજનોના વિશ્વાસઘાત અથવા કોઈપણ માનસિક ઈજાથી ભાંગી પડેલા લોકોમાં આત્મહત્યા જેવા વિચારો આવવા લાગે છે, જેનું મુખ્ય કારણ એકલતા છે
  • જે લોકોએ જીવન છોડી દીધું છે, તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું ઓછું કરે છે
  • આવી સ્થિતિમાં જો લોકો પોસ્ટ શેર કરે છે, તો પણ તેઓ તૂટેલા વિશ્વાસ અથવા દુઃખની પોસ્ટ શેર કરે છે
  • આવા સમયે કેટલાક લોકો એવા છે, જેઓ અચાનક ખૂબ જ પ્રેરણાત્મક પોસ્ટ્સ પોસ્ટ કરવાનું શરૂ કરે છે, જેથી તેઓ દરેકને કહી શકે કે, બધુંબરાબર છે
  • સૌથી નોંધનીય બાબત એ છે કે, આવા લોકો, જેમને આત્મહત્યાના વિચારો આવે છે, તેઓ ચોક્કસપણે તેનો ઉલ્લેખ કોઈ મિત્ર અથવાનજીકના મિત્રને કરે છે. આવી સ્થિતિમાં આ બાબતોને બિલકુલ નજરઅંદાજ કરવી જોઈએ નહીં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X