Monsoon Health News : ચોમાસામાં વધી શકે છે માઇગ્રેન, જાણો ઘરેલુ ઉપાય
Monsoon Health News : વર્તમાન સમયમાં વાદળછાયા વાતાવરણને કારણે માઇગ્રેનની સમસ્યા સામાન્ય બની ગઇ છે. ખરાબ જીવનશૈલીને કારણે, જંક ફુડ, અપૂરતી ઊંઘ, લેપટોપ સામે કલાકોના કલાકો સુધી બેસીને કામ કરવાને કારણે માઇગ્રેનની સમસ્યા ઘણી વધી જાય છે.
માઇગ્રેનમાં માથાના એક ભાગમાં દુઃખાવો, ભારે આંખો, ઉલટી અને ચક્કર જેવા લક્ષણો અનુભવાય છે. ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં વધુ દબાણને કારણે માઇગ્રેન વધુ ખરાબ થઈ જાય છે. આ સાથે જ આ ઋતુમાં ભેજ વધુ વધી જાય છે, જેના કારણે બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે, જેનાથી માઇગ્રેન થાય છે.

આ સિવાય ધૂળથી એલર્જી થવાથી પણ વ્યક્તિની માઇગ્રેનની સમસ્યા વધી જાય છે. સંતુલિત આહાર, સ્વસ્થ જીવનશૈલી દ્વારા માઈગ્રેનના દુખાવાને નિયંત્રણમાં રાખી શકાય છે. આ અહેવાલમાં જાણીશું કે કેવી રીતે તમે માઇગ્રેનથી બચી શકો છો.
હાઇડ્રેટેડ રહો - ચોમાસામાં ભેજ વધે છે, જે ડિહાઇડ્રેશન તરફ દોરી જાય છે. એટલા માટે ચોમાસામાં વધુમાં વધુ પાણી પીવું જોઈએ. વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું આઠ લીટર પાણી પીવું જોઈએ. પાણીના અભાવે માઇગ્રેન થાય છે. પાણી સિવાય તમે જ્યુસ અને સૂપ જેવા પ્રવાહીનું સેવન પણ કરી શકો છો. જોકે, તમારા માઇગ્રેનને ઉત્તેજિત કરી શકે, તેવા કોઈપણ પ્રવાહીથી દૂર રહો.
ઘરની અંદરના વાતાવરણને નિયંત્રિત કરો - ઘરની અંદરના વાતાવરણને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે, જેથી માઇગ્રેનનો દુઃખાવો ન વધે. ઘરમાં ડીહ્યુમિડીફાયર અથવા એર કંડિશનરનો ઉપયોગ કરો. આ ભેજનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરશે, તેમજ બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનને ઘટાડવામાં મદદ કરશે. આવા સમયે બાથરૂમ અને રસોડાને સાફ રાખો, જેથી બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શન ન થાય.
ચોક્કસ દિનચર્યા બનાવો - એક દિનચર્યા બનાવો અને તેનું પાલન કરો, જેથી માઈગ્રેનનો દુઃખાવો ન વધે. યોગ્ય સમયે સૂઈ જાઓ, સંતુલિત આહાર લો અને તણાવમુક્ત રહો. જીવનશૈલીમાં ફેરફાર કરવાથી ચોમાસાની ઋતુમાં માઇગ્રેનની શક્યતાઓ ઘટાડી શકાય છે.
ટ્રિગર્સ ઓળખો અને તેનાથી બચો - ચોમાસામાં માઇગ્રેનને વધારતી વસ્તુઓને ઓળખો. તેમને ઓળખ્યા બાદ, તમારી જીવનશૈલીમાં જરૂરી ફેરફારો કરો. જેમાં તીવ્ર ગંધ, અમુક પ્રકારનો ખોરાકનો સમાવેશ થઈ શકે છે, જે વારંવાર માઇગ્રેનને ઉત્તેજિત કરે છે. ટ્રિગર્સને નકારી કાઢવા માટે તમારા ડૉક્ટરની સલાહ લેવાની ખાતરી કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
