For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Banana ખાવને પાતળા થાવ, માનવામાં ના આવે તો આ ટ્રાય કરો

|
Google Oneindia Gujarati News

મોટા ભાગના લોકો ખોટી માન્યતા ધરાવે છે કે કેળા ખાવાથી જાડા થવાય છે. તે લોકોને તેવું લાગે છે કે તેમાં શર્કરા વધુ હોય છે કેલરી વધારે હોય છે અને તેનાથી તે ઝાડા થઇ જશે. પણ તમારા ઝાડાપણાં ખરેખરમાં કેળાનો કોઇ હાથ નથી. જો તમે તેને માપસર અને યોગ્ય સમયે ખાવ તો. ઉલ્ટાનું જાણકારો તેવું કહે છે કે અમુક નિયમિત સમયે કેળું ખાવામાં આવે તો વજન ઉતારવામાં કેળું તમારી મદદ પણ કરી શકે છે.

ત્યારે આજકાલ જેને જુઓ તેની ઓછી મહેનત ફિટ થવું છે. અને તે પણ જલ્દી. તો જો તમે પણ આવો જ કોઇ સસ્તો અને સરળ માર્ગ વિચારતા હોવ તો કેળાથી સસ્તું શું હોઇ શકે. તો જાણો કેળું ક્યારે ખાવું જોઇએ. જેથી કરીને તે તમને બનાવે સ્લીમ અને ટ્રીમ. અને સાથે વાંચો કેટલાક તેવા અસત્યો જે ખુલ્લેઆમ બિચાર કેળાને બદનામ કરે છે. તો કેળા વિષે રસપ્રદ માહિતી વાંચો અહીં....

શું કેળામાં શર્કરા હોય છે

શું કેળામાં શર્કરા હોય છે

તે વાત સાચી છે કે કેળામાં વધુ કેલેરી તેમાં હાજર ફ્રક્ટોઝ (શાકર)ના કારણે હોય છે. સાથે જ તેમાં સારી માત્રામાં ફાઇબર પણ હોય છે. જે હાઇ બ્લડ સુગર જેવી બિમારીઓને રોકે છે. વળી ફાઇબર પાચન ક્રિયાને સુધારે છે. અને એનર્જી બનાવી રાખવામાં પણ મદદ કરે છે.

ક્યારે ખાવું કેળું?

ક્યારે ખાવું કેળું?

વર્કઆઉટ કરવાના 10-15 મિનિટ પહેલા કે પછી કેળું ખાવું તેને ખાવાનો સૌથી સારો સમય છે. આ દરમિયાન કેળાના કાર્બોહાઇડ્રેટ્સ શરીરને લાંબા સમય સુધી એનર્જી આપે છે.

દિવસમાં કેટલા કેળા ખાવા જોઇએ

દિવસમાં કેટલા કેળા ખાવા જોઇએ

દિવસમાં બે કેળા ખાવા જોઇએ. તેથી વધુ ખાવાથી કેલેરી વધી જશે જે પતળા રહેવા માટે યોગ્ય નથી.

1 કેળામાં કેટલી કેલરી હોય છે.

1 કેળામાં કેટલી કેલરી હોય છે.

1 મોટા કેળામાં લગભગ 120 કેલેરી હોય છે. વળી કેળાની અલગ અલગ જાત જેમ કે ઇલાયચી કેળા, કેરળાના લાલ કેળા પણ સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

શું કેળા ખાવાથી વજન વધે છે?

શું કેળા ખાવાથી વજન વધે છે?

જો તમે કેલરીને ધ્યાનમાં રાખીને કેળા ખાશો તો તમારું વજન નહીં વધે. અહીં વાત કેળાની નથી કોઇ પણ વસ્તુ જ્યારે એક માત્રાથી વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તેનાથી નુક્શાન થાય જ છે.

કેળા અને પોષક તત્વો

કેળા અને પોષક તત્વો

કેળામાં વિટામીન સી, વિટામીન બી 6, મેગનીઝ, પેટેશ્યિમ, ફાઇબર અને બાયોટિન હોય છે. જે શરીરને મહત્વપૂર્ણ પોષક તત્વો પૂર્ણ પાડે છે.

English summary
Should you eat bananas if you are trying to lose weight? Read this article to know the answer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X