For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weight Loss: શું વજન ઘટાડવાની કોશિશમાં રાતનુ ભોજન છોડવુ યોગ્ય છે?

ઘણા લોકો સૂતા પહેલા એક્સ્ટ્રા કેલેરી બચાવવા માટે રાતનુ ભોજન છોડી દે છે પરંતુ શું તે ચોગ્ય છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઘણા લોકો સૂતા પહેલા એક્સ્ટ્રા કેલેરી બચાવવા માટે રાતનુ ભોજન છોડી દે છે પરંતુ લંચ અને બ્રેકફાસ્ટની જેમ જ રાતનુ ભોજન પણ એક મહત્વપૂર્ણ ભોજન છે. સંતુલિત વજન માટે રાતના ભોજનનો સાચો નિયમ એ છે કે રાતનુ જમવાનુ યોગ્ય સમયે જમો અને ભૂખને ઘટાડવા માટે યોગ્ય સામગ્રીની પસંદગી કરો. હંમેશા હળવા ભોજનની સલાહ આપવામાં આવે છે. લાઈટ ડિનર કરવાથી વજન સંતુલિત રહે છે એટલુ જ નહિ પરંતુ આનાથી પાચન સંબંધી મુશ્કેલીઓ પણ દૂર રહે છે. રાતના ભોજનમાં ભારે ભોજનથી ઘણીવાર તમને અસહજ અનુભવાય છે અને તમારી ઉંઘમાં ખલેલ પહોંચે છે. આનાથી ગેસ્ટ્રીક મુશ્કેલીઓ પણ થઈ શકે છે. તમે વિચારશો કે રાતના જમવાનો સૌથી સારો સમય કયો છે અને તમારે શું જમવુ જોઈએ અને શું નહિ. આવો, જાણીએ આ બધા સવાલોના જવાબ.

કેમ રાતનુ ભોજન જમવુ જોઈએ?

કેમ રાતનુ ભોજન જમવુ જોઈએ?

ઝડપથી વજન ઘટાડવા માટે મુખ્ય ભોજન ન છોડો. એ જોવામાં આવ્યુ છે કે ઘણા લોકો મુખ્ય ભોજનને નાસ્તા કે સલાડમાં બદલી દે છે અથવા તો બિલકુલ ખાતા નથી. તે કેલેરી ઘટાડવામાં મદદ કરી શકે છે પરંતુ લાંબા સમયે તે એટલુ ઉત્પાદક નથી. વળી, ડિનર સ્કીપ કરવાના કારણે બીજા દિવસે સવારે તમને ખૂબ જ ભૂખ લાગે છે જેના કારણે તમે ન ઈચ્છતા હોવા છતાં પણ વધુ ખાઈ લો છો. વળી, જ્યારે તમે આખો દિવસ કામ કરતા હોય તો રાતે શરીરને એનર્જી રિસ્ટોર કરવા માટે પોષક તત્વોની જરૂર પડે છે માટે રાતે ડિનર સ્કિપ કરવાના કારણે તમારા શરીરમાં નબળાઈ આવી જાય છે.

રાતના ભોજન માટે સૌથી સારો સમય શું છે?

રાતના ભોજન માટે સૌથી સારો સમય શું છે?

તમારે રાતનુ ભોજન સૂવાના ત્રણ કલાક પહેલા લેવુ જોઈએ. સૂવા અને રાતના ભોજન વચ્ચે ત્રણ કલાકનુ એક આદર્શ અંતર જાળવી રાખવુ યોગ્ય છે. જો તમે તેનુ પાલન કરી રહ્યા હોય તો તમારે પોતાના ભોજનમાં ઘટાડો કરવાની જરૂર નથી. માટે અન્ય ભોજનની જેમ જ રાતના ભોજનનો આનંદ લો.

રાતના ભોજનમાં શું લેવુ જોઈએ?

રાતના ભોજનમાં શું લેવુ જોઈએ?

રાતના ભોજનમાં ખિચડી ટ્રાઈ કરી શકો છો. તે હળવુ ભોજન હોવા સાથે ફાઈબરયુક્ત હોય છે જે તમને વધુ સમય સુધી સંતુષ્ટ રાખે છે. રોટલી સાથે દાળ-ભાત કે ચિકન ટિક્કા સ્વાદિષ્ટ અને સંતોષજનક ભોજન છે. તે તમને બિનજરૂરી સ્નેકિંગથી અટકાવશે. અડધી રાતે કે સવારે ઉઠ્યા પછી એસિડિટી અને ગેસ્ટ્રિકની અન્ય સમસ્યાઓથી બચવા માટે થોડુ હેલ્ધી ડિનર કરો. સાંજે 7 વાગ્યા પછી પોતાના ભોજનમાં મીઠાની માત્રા ઘટાડી દો. મીઠાનુ સેવન વધુ કરવાથી શરીરમાં વૉટર રિટેન્શન વધી જાય છે, જે વજન વધારવાનુ કામ કરે છે. તમે ડિનર અને સૂવા વચ્ચે એક સારો ગેપ રાખો.

English summary
Skipping dinner for weight loss is right? you can manage your weight gradually this way, Know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X