For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવારે જાગ્યા બાદ પણ રહે છે સુસ્તી, અપનાવો આ 5 ટીપ્સ

ઘણીવાર સવારે ઉઠ્યા બાદ પણ સુસ્તી દૂર નથી થતી. જેના કારણે ઘણીવાર ઓફિસે જવાનું મન નથી થતું. જે બાદ આપણે ધીરે ધરે ખરાબ લાઇફસ્ટાઇલ જીવવા તરફ વળી જઇએ છીએ.

|
Google Oneindia Gujarati News

ઘણીવાર સવારે ઉઠ્યા બાદ પણ સુસ્તી દૂર નથી થતી. જેના કારણે ઘણીવાર ઓફિસે જવાનું મન નથી થતું. જે બાદ આપણે ધીરે ધરે ખરાબ લાઇફસ્ટાઇલ જીવવા તરફ વળી જઇએ છીએ. ખાસ કરીને શિયાળાની ઋતુમાં તીવ્ર ઠંડી હોય ત્યારે રજાઇમાંથી બહાર નીકળવાનું મન કોઇને થતું નથી.

આજે અમે તમને એવી 5 ટીપ્સ જણાવવા જઇ રહ્યા છીએ, જેનાથી તમારી સુસ્તી પળવારમાં દૂર થઇ જશે અને તમે નવી ઉર્જાથી ભરાઇ જશો. આ સાથે ઉર્જાસભર રહેવાના કારણે તમે દિવસભર કામ પણ સારી રીતે કરી શકશો.

શરીરમાં કેમ રહે છે સુસ્તી

શરીરમાં કેમ રહે છે સુસ્તી

એક સંશોધન મુજબ, સુસ્તી પાછળનું કારણ મોટિવેશનનું લો લેવલ જવાબદાર છે. તે ઓવર એક્સાઇટમેન્ટ અથવા તીવ્ર આવેગ અથવા નોકરી પ્રત્યે આકર્ષણના અભાવને કારણે પણ હોય શકે છે. આ બધા કારણો સુસ્તી તરફ દોરી જાય છે.

રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, શરીરમાં પોષણની કમી અને કસરતના અભાવને કારણે સુસ્તી આવી જાય છે. તો આવો જાણીએ આળસથી છૂટકારો મેળવવાના 5 ઉપાય.

1. યોગ અને વ્યાયામ

1. યોગ અને વ્યાયામ

દરરોજ થોડો સમય યોગ અને વ્યાયામ કરવાથી તમે શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખો છો. તેનાથી તમારી આળસ દૂર થશે અને આળસને કારણે નુકસાન નહીં થાય.

સવારે ઉઠ્યા પછી તમે ફ્રેશ થાઓ અને પછી થોડો સમય કસરત કરો. જો તમે ઈચ્છો તો સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો. તેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન બરાબર થશે અને તમારી આળસ દૂર થશે.

2. એસેન્સિયલ ઓઇલ

2. એસેન્સિયલ ઓઇલ

આયુર્વેદ અનુસાર શરીરમાં કફ વધવાથી સુસ્તી વધે છે. તેથી, એસેન્સિયલ ઓઇલથી શરીર અને માથાની માલિશ કરો. આ કફ તત્વોને ઘટાડવામાં મદદ કરશે. તમે લવંડર એસેન્સિયલ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.

3. ઘર અને કામનું વાતાવરણ બદલો

3. ઘર અને કામનું વાતાવરણ બદલો

રજાના દિવસે ઘરનું કામ ન કરો. તમને ગમે તે કરો અને આરામ કરો. જો તમે ઇચ્છો તો, તમે લાઇબ્રેરીમાં જઈને તમારું મનપસંદ પુસ્તક વાંચી શકો છો. આ સિવાય સકારાત્મક ઉર્જા ધરાવતા લોકોને મળો અને તેમની સાથે વાતચીત કરો. તેનાથી તમે ઉર્જાવાન અનુભવ કરશો.

4. મેકઅપ અને ડ્રેસ

4. મેકઅપ અને ડ્રેસ

જ્યારે તમે સુસ્તી અનુભવો છો, ત્યારે તમારી જાતને સજાવવા પર ધ્યાન આપો. એક રિસર્ચ મુજબ મેકઅપની મન પર સારી અસર પડે છે. આ ઉપરાંત, એવા કપડાં પહેરો, જે તમને સૌથી વધુ ગમે. ઘેરા રંગના કપડાં પહેરો, તે મનમાં સવાલો ઉભા કરે છે અને તણાવ દૂર કરે છે.

5. સમસ્યા પર કામ કરો

5. સમસ્યા પર કામ કરો

જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તેને ડાયરીમાં લખો અને તેના વિશે વિચારો. આનાથી તમે સરળતાથી તમારી સમસ્યાઓનો સામનો કરી શકશો. સમસ્યા વિશે વિચારવાનું બંધ કરો અને તેના પર કામ કરવાનું શરૂ કરો. આ તમારી સમસ્યાને સરળ બનાવશે.

English summary
Sleepiness remains even after waking up in the morning, adopt these 5 tips
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X