For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટ્રેસમાં દવા નહીં પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો!

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 19 જાન્યુઆરી: હંમેશા લોકોના મોઢે સાંભળ્યું છે કે સોશિયલ મીડિયાના કારણે તેઓ લોકોને સમય નથી આપી શકતા, જે લોકોને આની આદત લાગી જાય છે તેઓ આના વગર નથી રહી શકતા. પરંતુ મિત્રો આ વાત હંમેશા સાચી સાબિત નથી થતી. કારણ કે તાજા રિસર્ચમાં સાબિત થયું છે કે જો વ્યક્તિ પોતાના કામ અથવા ઘરેલુ સમસ્યાઓના કારણે ખૂબ જ વધારે તણાવમાં રહેતો હોય તો તેણે સોશિયલ મીડિયા જોઇન કરી લેવું જોઇએ, કારણ કે એક નવા સંશોધન અનુસાર, ઓનલાઇન અથવા સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવનારને હાઇ ડિપ્રેશન નથી થતું અને તે હાઇપરટેંશનની દવાઓ ખાવાથી બચી જશે.

'ટાઇમ' પત્રિકાએ સંશોધનના હવાલાથી જણાવ્યું છે કે ઓછી ટેકનોલોજીના પ્રેમીઓની સરખામણીમાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને મોબાઇલ ઉપયોગકર્તાઓમાં તણાવનું સ્તર વધારે ન્હોતું. પ્યૂ રિસર્ચ સેંટરે એક સર્વેક્ષણ કરાવ્યું છે, જે 1,801 પુખ્તવયના અમેરિકનો પર આધારિત છે જેમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવનાર મહિલાઓ અપેક્ષા કરતા ઓછા તણાવમાં હોય છે. જેનું સીધું કારણ એ હતું કે સોશિયલ મીડિયા પર લોકોના દર્દ અને દુ:ખોને જોઇને વ્યક્તિને પોતાના દુ:ખનું ઓછો અંદાજો રહે છે જેના કારણે તેનો તણાવ ઓછો થઇ જાય છે.

media
આપ સ્ટ્રેસમાં રહેતા હોવ તો જોઇન કરો સોશિયલ મીડિયા
આ શોધમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ફેસબુક પર સક્રિય મહિલાઓ પોતાના નજીકના મિત્રોની તણાવપૂર્ણ ઘટનાઓ અંગે 13 ટકા અને પરિચિતોની જિંદગીની તણાવપૂર્ણ ઘટનાઓ અંગે આઠ ટકા અને પરિચિતોની જિંદગીની તણાવપૂર્ણ ઘટનાઓ અંગે છ ટકા વધારે અવગત છે.

મહિલાઓને અન્યોના દુ:ખ અથવા તકલીફ અંગે હંમેશા ઓનલાઇન તસવીરોથી માલૂમ પડે છે. જ્યારે પુરુષોને તેની જાણકારી હંમેશા મેસેજ, ઇમેઇલ અને લિંક્ડઇનથી મળે છે.

જેના કારણે થોડા સમય માટે તે ચીજ વસ્તુઓથી દૂર થઇ જાય છે જેના કારણે તે દુ:ખી થાય છે, અને ચિડિયો થઇ જાય છે. તો મિત્રો 35-36 વર્ષની વયમાં દવા ખાવાથી સારુ છે કે આપ દિવસના થોડાક કલાક સોશિયલ મીડિયા પર વિતાવો જેથી હેલ્ધી અને સ્ટ્રેસ ફ્રી રહો.

English summary
Social media does not increase level of stress in users, says new study so please join Social Media like Facebook, Twitter and Whatsapp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X