સાવધાન! સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં રસોઈ બનાવવું બની શકે છે જોખમી
સાવધાન! સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં રસોઈ બનાવવું બની શકે છે જોખમી
સ્ટેનલેસ સ્ટીનનો ઉપયોગ સામાન્ય બની રહ્યો છે. આ એક મિશ્રિત ધાતુ છે, જે લોખંડમાં કાર્બન, ક્રોમિયમ અને નિકલ મિક્સ કરવામાં આવે છે. તેમાં ભોજન બનાવવામાં આરોગ્યને કોઈ નુક્સાન નથી થતું. પરંતુ એક નવા રિસર્ચ પ્રમાણે સ્ટેનલેસ સ્ટીલના વાસણ બીમારીને આમંત્રણ આપી શકે છે. આ વાસણનું તાપમાન ઝડપથી વધે છે. તેમાં ભોજન બનાવતા સમયે ધ્યાન આપવું જરૂરી છે.
જી હાં, સ્ટીલના વાસણમાં ભોજન બનાવતા સમયે વાસણણાં ઓલિવ, કોર્ન, કેનોલા તેલનું કોટિંગથી તિરાડ ભરાઈ જાય છે, સાથે જ બેક્ટેરિયાનો વૃદ્ધિ દર પણ અટકે છે. એક નવા રિસર્ચમાં આ ખુલાસો થયો છે. સ્ટીલના વાસણનો વારંવાર ઉપયોગ કરવાથી વાસણ ઘસવાથી તેની સપાટી પર ઝીણી ઝીણી તિરાડો ભરાઈ જાય છે, જેમાં બેક્ટેરિયા વસે છે. આ તિરાડો બેક્ટેરિયા અને બૉયોફિલમ્સમને છુપાવવાની આદર્શ જગ્યા હોય છે.

બેક્ટેરિયાનો ખતરો
જો કે આ વાસણની તિરાડો અને ખાંચાને નરી આંખથી નથી જોઈ શકાતી, પરંતુ તેમાં લાખો બેક્ટેરિયા હોય છે. જેનો આકાર માત્ર માઈક્રોમીટર હોય છે. આ તિરાડોમાં ફસાયેલા ભોજન, સાલમોનેલા, લિસ્ટિરિયા અને ઈ.કોલી જેવા બેક્ટેરિયાથી ઈન્ફેક્શનનો ખતરો હોય છે.

શું કહે છે રિસર્ચ ?
કેનેડાના ઓન્ટારિયોમાં આવેલી યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના પ્રોફેસર બેન હૈટને કહ્યું,'સ્ટીલની સપાટી પર રોજ તેલનું કોટિંગ કરવાથી બેક્ટેરિયા વિકસતા અટકે છે.' તેમની ટીમે એક સરળ સમાધાન શોધ્યું છે. માઈક્રોસ્કોપિક સ્ક્રેપથી આ તિરાડો ભરવા માટે ધાતુની સપાટી પર ખાવાનું બનાવવા માટે તેલનું પડ લગાવવું જોઈએ જેનાથી બેક્ટેરિયા ભોજનમાં ભળતા નથી.

ભોજન બનાવવાના સાધનોને સુરક્ષિત રાખવાનો વિકલ્પ
‘રોજ ભોજપન બનાવવા માટેના તેલ દ્વારા સ્ટીલની સપાટી પર કોટિંગ કરવાથી બેક્ટેરિયા પર કાબુ મેળવી શકાય છે. તિરાડોમાં તેલ ભરવાથી એક હાઈડ્રોફાબિક સ્તર બને છે, જે સપાટી પરથી ખરાબ પદાર્થો હટાવે છે.' કુકિંગ ઓઈલ જેવા ઑલિવ, કોર્ન કે કૈનોલાના ઉપયોગ માટે હાર્ડ કેમિકલ અને કીટાણુનાશકોની તુલનામાં ભોજન બનાવવાના સાધનોને સુરક્ષિત રાખવાનો વિકલ્પ આપે છે.












Click it and Unblock the Notifications
