ચોમાસામાં વધી શકે છે પેટ સંબંધિત સમસ્યાઓ, ઘરેલું ઉપાયથી મળશે રાહત
ચોમાસામાં પાચન શક્તિ નબળી પડી જાય છે. જે કારણે શાસ્ત્રોમાં આ ઋતુ દરમિયાન ઘણા વ્રતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કે એક ટાણું તેમજ ગૌરી વ્રત અને જયા-પાર્વતીના વ્રત કરવામાં આવે છે.
આ વ્રત ઉપવાસનું કારણ છે કે, ચોમાસામાં ખોરાક પચવામાં વાર લાગે છે. જે કારણે ઘણીવાર અપચો કે ફૂડ પોઈઝનિંગ પણ થઇ શકે છે.

હાલમાં જ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સનો રિપોર્ટ આવ્યો છે, જે મુજબ કેરળ ખાદ્યપદાર્થોની દ્રષ્ટિએ ચોક્કસપણે સૌથી સુરક્ષિત છે, પરંતુ બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, આસામ અને ઝારખંડની હાલત ખૂબ જ ખરાબ છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યો પણ ટોપ 5માં નથી.
સાદી ભાષામાં કહીએ તો, દેશની અડધી વસ્તી જે થાળી ખાય છે, તે ગુણવત્તાની દ્રષ્ટિએ સારી નથી અને આ જ કારણ છે કે, મોટાભાગના લોકો પેટ ફૂલવાથી પરેશાન રહે છે, આવા લોકોનું પાચન સવારે બરાબર થાય છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધે છે, તેમ તેમ પેટમાં સોજો આવે છે. ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડરની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વની લગભગ 40 ટકા વસ્તી તેની સાથે સંઘર્ષ કરી રહી છે.
હવે સવાલ એ થાય છે કે, પેટની આ બધી સમસ્યાઓ પાછળનું કારણ શું છે, તો પહેલું કારણ નાના આંતરડામાં બેક્ટેરિયાની વૃદ્ધિ છે. બીજું કારણ કાર્બોહાઈડ્રેટ અને ફૂડ એલર્જી અને ત્રીજું કારણ પેટના અંગોનું કામ ન કરવું એટલે કે, આંતરડા અને લીવરની નબળાઈ.
આ રીતે તમારા પેટની સંભાળ રાખો
- સવારે ઉઠીને હુંફાળું પાણી પીવો
- એલોવેરા, આમળા ગીલોય લો
- બજારની વસ્તુઓ ખાવાનું ટાળો
- હળવું રાત્રિભોજન ખાઓ
પેટના આરોગ્ય માટે ખાઓ આ ફળો
- પપૈયા
- દાડમ
- નાસપતિ
- જામફળ
કબજિયાતમાંથી આ રીતે મળશે રાહત
- સુગર કેન્ડી ચાવવી
- જીરું-ધાણા-વરિયાળીનું પાણી લો
- જમ્યા બાદ શેકેલું આદુ ખાઓ
આ રીતે દૂર કરો એસિડિટી
- ગોળ-તુલસીનો રસ પીવો
- બિલિનો રસ પીવો
આ રીતે દૂર થશે ગેસ
- મેથીના અંકૂર ખાઓ
- ત્રિફળા પાવડર લો
- દાડમ ખાઓ
- આ રીતે રાખો આંતરડા મજબુત
- ગુલાબની પાંખડીઓ
- વરીયાળી
- એલચી
- મધ
બધું મિક્સ કરીને પેસ્ટ બનાવો
દરરોજ 1 ચમચી લો
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
