Tea : ચા પીવી જોઈએ કે નહીં? જાણો શું કહે છે ભારતીય શાસ્ત્રો?
આ દુનિયા ચા પીનારાઓથી ભરેલી છે અને હજુ પણ ચાની દિવાનગી સતત વધી રહી છે. જો કે ચા પીવી જોઈએ કે નહીં તેને લઈને ઘણા મતમતાંતર છે.
ચા વિશે ઘણા લોકો તેના પક્ષમાં દલિલો આપે છે તો કેટલાક લોકો ચાને સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે ચા પીવી જોઈએ કે નહીં?

તમને જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીયો દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે.
આ સ્થિતીમાં એ પણ જાણવુ જરૂરી છે કે તમને સાંજે ઓફિસેથી ઘરે આવ્યા પછી ચા પીવાનું પસંદ હોય તો એ સ્વાસ્થ્ય માટે કેટલી યોગ્ય છે?
આયુર્વેદિક ડોકટરોના જણાવ્યા અનુસાર, જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય, લીવરને યોગ્ય રીતે ડિટોક્સ કરવું હોય, બળતરા ઓછી કરવી હોય અને સ્વસ્થ પાચન કરવું હોય તો તમારે સૂવાના 10 કલાક પહેલા કેફીનથી બચવું જોઈએ.
ભારતીય પણ આયુર્વેદ ચા પીવાને ખરાબ આદત નથી માનતું, જો રે તમારે તમારા શરીર પ્રમાણે એટલે કે શરીરમાં થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ચા પીવી જોઈએ.












Click it and Unblock the Notifications
