For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Testosterone Deficiency : ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી થશે પિતા બનવામાં મુશ્કેલી, શરીરમાં જોવા મળશે 5 પ્રકારના લક્ષણો

લગ્ન બાદ મોટાભાગના પુરૂષોની ઈચ્છા હોય છે કે, તેમને એક દિવસ સંતાનનું સુખ મળે, પરંતુ આ માટે જરૂરી છે કે તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની કોઈ કમી ન હોય. આ એક હોર્મોન છે જે પુરુષોના અંડકોષમાં હોય છે.

|
Google Oneindia Gujarati News

Testosterone Deficiency : લગ્ન બાદ મોટાભાગના પુરૂષોની ઈચ્છા હોય છે કે, તેમને એક દિવસ સંતાનનું સુખ મળે, પરંતુ આ માટે જરૂરી છે કે તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની કોઈ કમી ન હોય. આ એક હોર્મોન છે જે પુરુષોના અંડકોષમાં હોય છે અને તે પુરુષોમાં જાતીય ઈચ્છા વધારે છે.

તેની મદદથી રક્ત પરિભ્રમણ, સ્નાયુઓની મજબૂતી, એકાગ્રતા અને યાદશક્તિ વધુ સારી બને છે. આ હોર્મોનની ઉણપથી ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક લક્ષણો દ્વારા ટેસ્ટોસ્ટેરોન સ્તરની ઉણપને શોધી શકો છો.

તણાવ અને ડિપ્રેશનનો સામનો કરવો પડે છે

તણાવ અને ડિપ્રેશનનો સામનો કરવો પડે છે

ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપને કારણે વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે, તણાવ અને ડિપ્રેશનનો સામનો કરવો પડે છે. આવીસ્થિતિમાં વ્યક્તિ હદ કરતા વધુ ચીડિયો અને ગુસ્સે થઈ જાય છે.

હ્રદયના રોગો ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપને કારણે થાય છે

હ્રદયના રોગો ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપને કારણે થાય છે

કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ એટલે કે હ્રદયના રોગો ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપને કારણે થાય છે. જો હૃદયમાં તકલીફો આવવા લાગે તો સમજીલો કે તમારામાં આ હોર્મોનની ઉણપ છે.

ટેસ્ટોસ્ટેરોન લેવલની તપાસ કરાવો

ટેસ્ટોસ્ટેરોન લેવલની તપાસ કરાવો

જો પુરૂષોમાં કામેચ્છાનો અભાવ હોય તો તરત જ તમારા ટેસ્ટોસ્ટેરોન લેવલની તપાસ કરાવો, નહીં તો તેમના દાંપત્ય જીવનમાં કડવાશઆવી શકે છે.

વજન વધવાને કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછું થાય છે

વજન વધવાને કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછું થાય છે

લગ્ન બાદ પુરૂષોની જવાબદારીઓ એટલી વધી જાય છે કે, તેઓ પોતાના ખાવા-પીવાનું ધ્યાન રાખવામાં અસમર્થ હોય છે, જેનાથીમેદસ્વિતા થાય છે. ઉલ્લેખનીય છે કે, વજન વધવાને કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછું થવા લાગે છે.

જલદી થાક લાગવો

જલદી થાક લાગવો

જો કોઈ માણસ કામ દરમિયાન પહેલા કરતા જલદી થાકી જાય તો સમજવું કે તેનામાં ટેસ્ટોસ્ટેરોનની ઉણપ છે. આ ઉણપને દૂર કરવાથીતમે દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો.

English summary
Testosterone Deficiency : Deficiency of testosterone will cause difficulty in becoming a father, 5 types of symptoms will be seen in the body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X