મહિલાઓએ આ વસ્તુઓને કાઢીને સૂવુ જોઈએ, નહિતર બનશો ગંભીર બિમારીનો શિકાર
દિવસભર મહિલાઓ ઘર અને ઑફિસમાં કામ કરીને થાકી જાય છે. થાકના કારણે ઘણી વાર મહિલાઓ પોતાની પર્સનલ કેર તરફ ધ્યાન નથી આપી શકતી. ખાનપાનની તો અનદેખી કરે છે સાથે જ સૂતી વખતે ઘણી વાર મહિલાઓ એવી ભૂલ કરે છે જે વારંવાર કરવા પર તમને બિમાર કરી શકે છે. હા, મહિલાઓએ રાતે સૂતી વખતે અમુક વસ્તુઓ કાઢીને સૂવુ જોઈએ નહિતર તે ગંભીર બિમારોની શિકાર બની શકે છે.

ટાઈટ કપડા
વિશેષજ્ઞોની માનીએ તો રાતે સૂતી વખતે ઢીલા અને સ્વચ્છ કપડા પહેરીને સૂવુ જોઈએ. થાકના કારણે ટાઈટ કપડામાં ન સૂવુ જોઈએ કારણકે આખો દિવસ ટાઈટ કપડા પહેરી રાખવાથી રક્ત પ્રવાહ પર અસર પડે છે અને પરસેવાના કારણે તે સ્કિન પર ચોંટી જાય છે માટે સ્વચ્છ કપડાં પહેરો.

અંડરગાર્મેન્ટ્સ
મહિલાઓ સામાન્ય રીતે આખો દિવસ અંડરગાર્મેન્ટ પહેરી જ રાખતી હોય છે અને રાતે પણ આ અંડરગાર્મેન્ટ્સ પહેરીને સૂઈ જાય છે. પરંતુ આનાથી પ્રાઈવેટ પાર્ટ્સનુ ટેમ્પરેચર શરીરના બાકીના ભાગોની તુલનામાં વધુ હોય છે. સાથે અહીં ભેજની સંભાવના પણ રહે છે જેનાથી ઘણી બિમારીઓ થવાનુ જોખમ પણ વધી જાય છે કપડા વિના સૂવાથી આ અંગોમાં ઈન્ફેક્શનનુ જોખમ પણ ઘટી જાય છે.

વાળમાં લગાવાતી વસ્તુઓ
મોટાભાગની ભારતીય મહિલાઓ ઘરે કામ કરતી વખતે ઘણી મહિલાઓ હેર પિન, અંબોડાની પિન અને ક્લિપ્સ જેવી એસેસરીઝને વાળમાં ઉપયોગ કરતી હોય છે જે રાતે પણ સૂતી વખતે લગાવીને સૂઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે તેને લગાવીને સૂવાથી ઉંઘ તો ખરાબ થાય જ છે સાથે તે વાગવાનો પણ ડર રહે છે.

કૉન્ટેક્ટ લેન્સ
અમુક મહિલાઓ એટલી થાકેલી હોય છે કે કૉન્ટેક્ટ લેન્સ લગાવીને સૂઈ જાય છે. આમ ન કરવુ જોઈએ કારણકે આમ કરવાથી કૉન્ટેક્ટ લેન્સ ખલીને આમતેમ શિફ્ટ થઈ શકે છે. સાથે જ સૂતી વખતે આંખોમાં લેન્સના કારણે કૉર્નિયાને જરૂરી ઑક્સિજન નથી મળી શકતો જેનાથી ઈન્ફેક્શન થવાનુ જોખમ રહે છે.

મેકઅપ
રાતે સૂતા પહેલા મેકઅપને સારી રીતે સાફ કરી લેવો જોઈએ કારણકે સ્કિન પર મેકઅપની બહુ ખરાબ અસર પણ થઈ શકે છે. માટે સૂતી વખતે ચહેરાને સારી રીતે સાફ કરી લો જેથી મેકઅપ તમારા ચહેરા પર આખી રાત રહે નહિ. આખી રાત તમે ચહેરા પર એકઅપ રાખશો તો તેની ખરાબ અસર તમારી સ્કિન પર થઈ શકે છે.
આ પણ વાંચોઃ ઑસ્કર જીતનારી ફિલ્મ 'પેરાસાઈટ'ના મેકર્સ પર કેસ કરશે ભારતીય પ્રોડ્યુસર, કૉપી કરવાનો આરોપ