For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવા ખાદ્ય પદાર્થો, જે રાખે છે આંખની સંભાળ

|
Google Oneindia Gujarati News

તમે તમારી ત્વચાનું તો ઘણું ધ્યાન રાખો છો, પણ અમુલ્ય આંખોનું શું? જે તમને આખીય દુનિયાની સુંદરતા બતાવે છે. ચાલો હવે તે વાતને વિચારીએ અને શરૂ કરીએ આંખોની સુંદરતા અને તેના તેજને કાયમ રાખવા માટે કેવો ખોરાક લેવો જોઈએ.

નાની નાની વાતોનું ધ્યાન રાખો, જેમકે તડકાથી આંખને બચાવો. બહારથી આવ્યા બાદ આંખોને ચોખ્ખા પાણી વડે ધોઈ લો. કેટલાક વિટામીન્સ પણ હોય છે જેના સેવનથી આપની આંખોને આરામ મળે છે.

આ બધાં જ વિટામીન્સને પોતાના ખોરાકમાં શામેલ કરો. ઉર્જાયુક્ત ફળ અને શાકભાજીનો ઉપયોગ કરો. વિવિધ ફળના જ્યુસ પીવો અને તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો.

બદામનું દુધ

બદામનું દુધ

એક અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર બદામયુક્ત દુધ પીવો. બદામમાં વીટામીન E હોય છે. જે આંખો માટે ઘણી જ લાભકારક હોય છે. બદામના સેવનથી ત્વચામાં પણ ઘણી ચમક આવે છે. તમે ઈચ્છો તો બદામયુક્ત દુધમાં ચપટી કાળી મરીનો પાવડર પણ નાખી શકો છો.

ગાજરનો જ્યુસ

ગાજરનો જ્યુસ

શિયાળાની સીઝનમાં ગાજર ખુબ જ સારા આવતા હોય છે. શિયાળાના દિવસોમાં દિવસમાં એકવાર ગાજરનો જ્યુસ પીવાથી પણ આંખોને ઘણો ફાયદો થાય છે. આપ ઈચ્છો તો તેમાં છીણેલું નારીયળ અને મધ પણ મેળવી શકો છો.

વરીયાળી

વરીયાળી

વરીયાળીના દાણાને આખી રાત પાણીમાં રાખી બીજા દિવસે સવારે ખાલી પેટે તેનું સેવન ઘણું જ લાભદાયક છે.

આંમળાનું દુધ

આંમળાનું દુધ

આંખો માટે આંમળાનું દુધ ઘણું ફાયદાકારક છે. અને તેમાં પણ તેને ખાલી પેટે પીવાથી ગજબનો ફાયદો આપે છે. આંખોનું તેજ તો સારૂં થાય જ છે, પણ સાથે વજન પણ ઘટે છે.

એરંડીના તેલના ટીપા

એરંડીના તેલના ટીપા

આંખોના તેજને સારૂં રાખવા માટે એરંડીના તેલના એક એક ટીપા આંખોમાં નાખવાથી પણ ફાયદો થાય છે. પરંતુ જો આંખોમાં ખંજવાળ આવતી હોય તો તેનો પ્રયોગ ના કરશો.

 વિટામીન E યુક્ત ખોરાક

વિટામીન E યુક્ત ખોરાક

માછલી, બદામ, ઈંડુ, ગાજર, સૂરજમુખીના બીજ, પપૈયુ, આ બધાંમાં વિટામીન E ઉચ્ચ માત્રામાં હોય છે. આ તમામ ખોરાકના સેવનથી આંખોને ગજબનો ફાયદો થાય છે

વિટામીન A યુક્ત ખોરાક

વિટામીન A યુક્ત ખોરાક

જમરૂખ, સંતરા, અનાનસ, લાલ, લીલા મરચા, અને શિમલા મરચામાં ભરપૂર માત્રામાં વિટામીન A હોય છે. આ તમામ ખોરાક ખાવાથી પણ આંખોની રોશની સારી રાખી શકાય છે.

વિટામીન C યુક્ત ખોરાક

વિટામીન C યુક્ત ખોરાક

તરબૂચ, દુધ, ટમેટા, અને દ્રાક્ષ જેવા ફળોમાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. જે આંખોને ઠંડક આપે છે. જેથી આ ફળોનું સેવન પણ આંખો માટે લાભયુક્ત છે.

English summary
Vitamins & Tips Your Eyes Will Love! if you can pamper your eyes with natural drops once in a month, that too will work in keeping them bright, clear and healthy. Follow these simple tips for better eye health!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X