Weight Loss Tips : 7 ટિપ્સથી મળશે પેટની ચરબીથી છુટકારો, ઓછી થઇ જશે કમર
Weight Loss Tips: બહાર નીકળેલા પેટથી અનેક લોકો પરેશાન રહે છે. પેટ નિકળવાને કારણે લોકો શરમ અનુભવે છે. પેટ વધવાના મુખ્ય કારણોમાં જરૂરતથી વધારે જંક ફુડનું સેવન, કસરકત ન કરવો, લાંબા સમય સુધી બેસી રહેવું અને આખા શરીરનું વજન વધવાનું કારણ જવાબદાર છે.
આવા કિસ્સામાં પેટને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ પેટ બહાર જાય તેટલી સરળતાથી અંદર જતું નથી. આ અહેવાલમાં જણાવેલી કેટલીક ટિપ્સ પેટની ચરબી ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે. આ પદ્ધતિઓ અજમાવવી સરળ છે અને તે અસરકારક પણ સાબિત થઈ શકે છે.

પેટની ચરબી ઘટાડવા માટેની ટિપ્સ
ખૂબ નાની વસ્તુઓ પેટની ચરબી ઘટાડવામાં તમને ઘણી મદદ કરે છે. તમે તમારા આહારમાં મીઠું ઘટાડી શકો છો. મીઠું ઓછું હશે, તો સોડિયમ પણ ઓછું થશે.
સવારે ઉઠીને ગરમ પાણી પીવું પણ ફાયદાકારક છે. તમે સવારે ખાલી પેટ ગરમ પાણી પી શકો છો. જો તમે ઈચ્છો, તો જીરાનું પાણી અથવા અજમાનું પાણી પણ પી શકો છો.
ભોજન કર્યાના 20 મિનિટ બાદ ગરમ પાણી પીવાથી પણ ચરબી ઓછી થાય છે. તમે સવારથી સાંજ સુધી કોઈપણ ભોજન લીધા બાદ ગરમ પાણી પી શકો છો. ધ્યાન રાખો કે, પાણી વધારે ગરમ ન હોવું જોઈએ, અને પી શકાય તેવું હોવું જોઇએ.
પેટની ચરબી ઘટાડવા માટે વોકિંગ પણ કરી શકાય છે. બપોરે કંઈક ખાધા બાદ અને રાત્રે જમ્યા પછી તમે 20 મિનિટ ચાલી શકો છો. આ સમયે કરવામાં વોકિંગ ખૂબ જ અસરકારક છે.
વજન ઘટાડવા માટે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. જો તમે ઈચ્છો છો કે, તમારું વજન ઝડપથી ઘટે અને તમારું પેટ અંદર જવા લાગે તો સંપૂર્ણ ઊંઘ લો. અડધી અધૂરી ઊંઘ સ્થૂળતા વધારે છે.
ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી પણ પેટની ચરબી ઓછી થાય છે. તમે તમારા આહારમાં દાળ, પૌવા, ફળો અને ફાઇબરના અન્ય સ્ત્રોતોનો સમાવેશ કરી શકો છો.
વજન ઘટાડવા માટે આલ્કોહોલ જેવા માદક પદાર્થોથી દૂર રહેવું જરૂરી છે. નશાની સાથે સાથે ઠંડા પીણા અને સોડાનું સેવન ઓછું કરવાનો આગ્રહ રાખો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
