Weight Loss Tips: માખણ જેમ ઓગળી જશે જાંઘની ચરબી, અપનાવો આ 7 વસ્તુ

Weight Loss Tips in Gujarati: મેદસ્વીતાથી પીડિત લોકોની જાંઘોમાં ચરબી જમા થવાની સમસ્યા સામાન્ય છે. આ સાથે પાતળા દેખાતા લોકોમાં પણ જાંઘોમાં ચરબી જમા થવાની સમસ્યા રહે છે.

ખાસ કરીને તેનું કારણ જેનેટિક, વધતી ઉંમર અને હોર્મોનમાં ફેરફાર જવાબદાર હોય છે. આવામાં જો તમે જાંઘને મજબુત અને પ્રોપર શેપમાં રાખવા માંગો છો, તો તેના માટે કેટલીક વસ્તુઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

Weight Loss Tips in Gujarati

મીઠું ઓછું ખાઓ - વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાં વધુ પાણી બને છે, જેના કારણે જાંઘ સહિત શરીરના ઘણા ભાગોનો આકાર ફૂલવાને કારણે બદલાવા લાગે છે. આવી સ્થિતિમાં, શરીરમાં પાણીની જાળવણી અટકાવવા માટે મીઠું ઓછું ખાઓ.

ઇલેક્ટ્રોલાઇટનું સેવન વધારવું - ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ. તેના સેવનથી શરીરનું મેટાબોલિઝમ વધે છે, જેના કારણે શરીર ઝડપથી ચરબી બર્ન કરવામાં સક્ષમ બને છે.

કાર્બોહાઇડ્રેટ ખોરાક ઓછો લો - કાર્બોહાઇડ્રેટ્સ ગ્લાયકોજેનમાં રૂપાંતરિત થાય છે, અને પાણીની સાથે યકૃત અને સ્નાયુઓમાં સંગ્રહિત થાય છે. તમે જેટલા વધુ કાર્બોહાઇડ્રેટ્સ ખાઓ છો, તેટલું વધુ પાણી તમારા શરીરમાં સંગ્રહિત થાય છે. આવી સ્થિતિમાં કાર્બોહાઇડ્રેટ યુક્ત ખોરાકનું સેવન ઓછું કરવાથી સ્થૂળતા ઘટાડવામાં સરળતા રહે છે.

સીડી ચઢો - જો તમે જીમ વગર જાંઘની ચરબી ઘટાડવા માંગતા હોવ તો આજથી જ લિફ્ટને બદલે સીડીઓ ચઢવાનું શરૂ કરો. આ એક ખૂબ જ શક્તિશાળી કસરત છે, જે જાંઘના સ્નાયુઓને મજબૂત બનાવે છે, અને ફેટ બર્ન કરે છે.

કાર્ડિયો કરો - જાંઘ અને હિપની ચરબી ઘટાડવા માટે કાર્ડિયો એ એક શ્રેષ્ઠ રીત છે. આ માટે તમે રનિંગ અને ડાન્સિંગ જેવા વિકલ્પો પસંદ કરી શકો છો.

સાયકલ ચલાવો - સાયકલ ચલાવવાથી જાંઘોમાં જમા થયેલી ચરબી પણ ઓછી થાય છે. આ સાથે સાયકલ ચલાવવાથી જાંઘના સ્નાયુઓ મજબૂત થાય છે.

પ્લેટિપસ વોક - આ કસરતમાં પગ ફેલાવીને ચાલવાનું હોય છે. આંતરિક જાંઘ અને હિપ્સ સહિત નીચલા શરીરને ટોન કરવા માટે આ એક શ્રેષ્ઠ કસરત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X