Winter Tips : શિયાળામાં શરીર થઇ જાય છે ઠંડું? આ રીતે શરીરને રાખો ગરમ

ઘણા લોકો એવા પણ હોય છે કે, જેમને ઠંડી વધારે લાગે છે અને તેમનું શરીર પણ ઠંડું થઇ જાય છે. તમારા શરીરને શિળાયા દરમિયાન ગરમ રાખવા માટે આજે અમે તમને કેટલાક ઉપાયો સુચવી રહ્યા છીએ.

Winter Tips : દેશમાં શિળાયાની ઋતુ ચાલી રહી છે. આ સાથે સાથે ઠંડીમાં પણ વધારો થઇ રહ્યો છે. આવા સમયે લોકોને ઠંડીમાં પોતાના શરીરને ગરમ રાખવાની જરૂરિયાત રહે છે.

Winter Tips

આવા સમય ઘણા લોકો એવા પણ હોય છે કે, જેમને ઠંડી વધારે લાગે છે અને તેમનું શરીર પણ ઠંડું થઇ જાય છે. તમારા શરીરને શિળાયા દરમિયાન ગરમ રાખવા માટે આજે અમે તમને કેટલાક ઉપાયો સુચવી રહ્યા છીએ.

બોડી વોર્મર્સ પહેરો

બોડી વોર્મર્સ પહેરો

ઠંડીથી બચવા માટે માર્કેટમાં બોડી વોર્મર્સ એટલે કે ઇનર્સ આવે છે. તેઓ શરીરને અંદરથી ગરમ રાખે છે.

જો તમને વધુ પડતી ઠંડી લાગે છે,તો અંદરથી શરીર ગરમ રાખવા બોડી વોર્મર્સ હોય તેવા પહેરો, બાદ તમે બહારના એક કે બે કપડાં પહેરી શકો છો.

આના કારણે તમને ઠંડી ઓછી લાગશે અને શરીરમાં ગરમી પણ રહેશે. બજારમાં વિવિધ પ્રકારના બોડી વોર્મર્સ ઉપલબ્ધ છે.

માલિશ

માલિશ

મોટાભાગના લોકો શિયાળામાં સ્નાન કર્યા બાદ તરત જ મોઇશ્ચરાઇઝર લગાવે છે. મોઇશ્ચરાઇઝર શરીરને શુષ્ક હવાથી બચાવે છેઅને ત્વચામાં ભેજ જાળવી રાખે છે.

જે લોકોને વધુ ઠંડી લાગે છે, તેઓ મોઇશ્ચરાઇઝરને બદલે ગરમ તેલથી શરીરની માલિશ કરી શકેછે. જ્યારે તમે તેલથી શરીરની માલિશ કરો છો, ત્યારે તે રક્ત પરિભ્રમણને સુધારે છે.

તેની સાથે શરીરમાં ગરમી પણ ઉત્પન્ન થાય છે.શિયાળામાં તમે દિવસમાં બે વાર હાથ અને પગની મસાજ કરી શકો છો.

ચાલવા જવું અથવા કસરત કરવી

ચાલવા જવું અથવા કસરત કરવી

શિયાળામાં ચાલવું કે કસરત કરવી થોડી અઘરી લાગે છે. કારણ કે, ઠંડીને કારણે આપણે હાથ પગ હલાવી શકતા નથી, પરંતુ શરીરને ગરમરાખવા માટે દરરોજ ચાલવું કે, કસરત કરવી ખૂબ જ જરૂરી છે.

જેમને શિયાળામાં વધુ ઠંડી લાગે છે, તેમણે ચાલવું જ જોઈએ. જ્યારે તમે કસરત કરો છો, ત્યારે શરીરના સ્નાયુઓ સક્રિય થાય છે અને રક્ત પરિભ્રમણ વધુ સારું થાય છે. જેના કારણે શરીરમાં ગરમી રહેછે.

સુકા મેવા ખાઓ

સુકા મેવા ખાઓ

શિયાળાની ઋતુમાં જો તમે ઈચ્છો છો કે, શરીરમાં ગરમી જળવાઈ રહે, તો ભોજનનું ખાસ ધ્યાન રાખો. આ સિઝનમાં ડ્રાય ફ્રુટ્સ ખાવાની ટેવ રાખો. તમે ડ્રાય ફ્રૂટ્સમાંથી બનેલા લાડુ પણ ખાઈ શકો છો.

બદામ, અખરોટ, ખજૂર અને મગફળી વગેરે શરીરને ગરમ રાખવામાં મદદરૂપ છે. દરરોજ કેટલાક ડ્રાય ફ્રુટ્સ ખાઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X