For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter Tips : મોઢેથી પગ સુધી ઓઢીને ન ઉંઘો, નહીંતર થશે આ નુકસાન

Winter Tips : હાલ દેશમાં ઠંડીની લહેર ચાલી રહી છે. ઠંડીથી બચવા માટે ઘણીવાર લોકો તાપણું કરે છે. આ સાથે રાત્રે ધાબળો કે રજાઇ ઓઢીને ઉંઘે છે. આવા સમયે જો તમે મોઢેથી લઇને પગ સુધી સુવાની આદત હોય છે.

|
Google Oneindia Gujarati News

Winter Tips : હાલ દેશમાં ઠંડીની લહેર ચાલી રહી છે. ઠંડીથી બચવા માટે ઘણીવાર લોકો તાપણું કરે છે. આ સાથે રાત્રે ધાબળો કે રજાઇ ઓઢીને ઉંઘે છે. આવા સમયે જો તમે મોઢેથી લઇને પગ સુધી સુવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત છે તો આ આદત આજે જ બદલી નાંખવી હિતાવહ રહેશે.

અસ્થમા અને હૃદય સંબંધિત સમસ્યાઓનો ખતરો

અસ્થમા અને હૃદય સંબંધિત સમસ્યાઓનો ખતરો

આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે, જે લોકો રાત્રે ધાબળાથી ચહેરો ઢાંકીને સૂઈ જાય છે, તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આખા શરીરને ધાબળોથી ઢાંક્યા બાદ ઓક્સિજનનો પ્રવાહ અવરોધાય છે. જેના કારણે અસ્થમા અને હૃદય સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે.

પ્રભાવિત થાય છે માનસિક સ્વાસ્થ્ય

પ્રભાવિત થાય છે માનસિક સ્વાસ્થ્ય

સારા માનસિક સ્વાસ્થ્ય માટે તમારા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તે જરૂરી છે. જ્યારે આપણે આપણા શરીરને સંપૂર્ણપણે ધાબળામાં લપેટી લઇએ છીએ, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેના કારણે માથાનો દુઃખાવો, થાક અને ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઊંઘના અભાવે માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે.

ઝડપથી વધે છે સ્થૂળતા

ઝડપથી વધે છે સ્થૂળતા

શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો થવાથી શરીરનું મેટાબોલિઝમ પણ પ્રભાવિત થાય છે. જેના કારણે શરીરમાં ઝડપથી ચરબી જમા થવા લાગે છે અને સ્થૂળતા ઝડપથી વધે છે.

English summary
Winter Tips : Don't sleep with cover from mouth to feet, otherwise this damage will happen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X