For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Mental Health Day 2021 : તમારા મનને સ્વસ્થ રાખવા માટે અજમાવો આ ટિપ્સ

WHOના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં દર વર્ષે 1 લાખ લોકો માનસિક બીમારીઓના કારણે મૃત્યુ પામે છે. તે દર વર્ષે 10 ટકા વધી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. કોવિડ 19 રોગચાળાએ શરીરને તેમજ માનસિક સ્વાસ્થ્યને ઘણી હદે અસર કરી છે.

|
Google Oneindia Gujarati News

World Mental Health Day 2021 : WHOના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં દર વર્ષે 1 લાખ લોકો માનસિક બીમારીઓના કારણે મૃત્યુ પામે છે. તે દર વર્ષે 10 ટકા વધી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. કોવિડ 19 રોગચાળાએ શરીરને તેમજ માનસિક સ્વાસ્થ્યને ઘણી હદે અસર કરી છે. મેન્ટલ હેલ્થ અવેરનેસ પર કામ કરતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ કોરોના મહામારીના કારણે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોમાં 80 થી 90 ટકાનો વધારો થયો છે.

World Mental Health Day

WHOના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં દર વર્ષે 1 લાખ લોકો માનસિક બીમારીઓના કારણે મૃત્યુ પામે છે. તે દર વર્ષે 10 ટકા વધી રહ્યો છે. જો કે, માનસિક સ્વાસ્થ્ય પર કામ કરતી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, જો માનસિક સ્વાસ્થ્ય સારું હોય તો સર્જનાત્મકતા 10 ગણી વધી શકે છે. માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે, આજે અમે આપને જણાવીશું કે, તમે તમારા શરીરની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકો છો.

આ 4 ટિપ્સ અજમાવો

સકારાત્મક વિચારો

પરિસ્થિતિ ગમે તે આવે, પણ તમારા વિચારો સકારાત્મક રાખો. તે કરવું સરળ રહેશે નહીં, પરંતુ રોજબરોજની પ્રેક્ટિસ સાથે તમારે હકારાત્મક વિચારવાની આદત પાડવી પડશે.

નકારાત્મકતાથી દૂર રહો

ઘણીવાર આપણે કોઈની સાથે પોતાની તુલના કરીને, કોઈની ઈર્ષ્યા કરીને અથવા બદલો લેવાનું વિચારીને આપણા માનસિક સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરી રહ્યા છીએ.

આવી પરિસ્થિતિમાં જ્યારે તમે નકારાત્મક વિચારો છો, ત્યારે તમારા મનમાં વધુ પડતા વિચારો પેદા થાય છે, જેના કારણે તમારા હૃદયના ધબકારા વધે છે. આ કારણોસર, હાયપરટેન્શન જેવી બીમારી તમને ઘેરી લે છે, તેથી તમારા સારા માનસિક સ્વાસ્થ્ય માટે નકારાત્મક વિચારોથી દૂર રહો.

લાગણીઓ વહેંચો

એવી વસ્તુઓ છૂપાવવાને બદલે જે તમને તણાવ આપે છે, જરૂર પડે ત્યારે તેને નજીકના કોઈની સાથે શેર કરો. તેનાથી તમારું મન હળવું થશે. ચિંતામાં વધારે સમય પસાર કરવો વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી. તે તમારા શરીર પર વિપરીત અસર પણ કરે છે.

નિયમિત યોગ કરો

યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ છે. નિયમિત ધ્યાન કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે, જે સાથે તમારી સર્જનાત્મકતા પણ વધે છે. આવા ઘણા સરળ યોગ છે જે તમને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. તેવા આસનોનો અભ્યાસ કરો અને સંતુલિત અને પૌષ્ટિક આહાર લો.

English summary
According to the WHO, 1 million people worldwide die of mental illness every year. It is growing at 10 percent every year. Which is a matter of concern.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X